પ્રેમમાં દગો:મામા સસરા સાથે લગ્ન કરવા પતિને છૂટાછેડા આપ્યા, પરંતુ તેમણે ન સ્વીકારતા બેઘર બની

અમદાવાદ2 વર્ષ પહેલાલેખક: તેજલ શુકલ
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • ભાણેજ વહુને 2 વખત ભગાડી ગયા પછી લગ્ન કરવા ઈન્કાર
  • 5 વર્ષ પહેલાં પ્રેમલગ્ન કરનારી મહિલાએ આખરે ન્યાય માટે હેલ્પલાઈનમાં અરજી કરવી પડી

બાપુનગર વિસ્તારમાં રહેતી પરિણિતાને લગ્નેતર સંબંધ રાખવા ભારે પડ્યા. પ્રેમી અને પતિ બન્નેએ છોડી દેતા 181 મહિલાને હેલ્પલાઇનની મદદ લેવી પડી હતી. મામાજી સસરા સાથે લગ્ન કરવા પતિને છૂટાછેડા આપનાર પરિણિતા સાથે સંબંધ રાખવાનો મામાજી સસરાએ પણ ઇન્કાર કરતાં ઘરવિહોણી બની છે.

5 વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કરનાર અલ્પા( નામ બદલ્યા છે)એ 181 હેલ્પલાઇનમાં ફોન કરીને મદદ માગી હતી. તેણે જણાવ્યું કે તેને બે વર્ષથી મામાજી સસરા જય સાથે પ્રેમસંબંધ હતો. બન્ને અગાઉ બે વખત ભાગી ગયા હતા. બન્ને વખત અલ્પાને તેના પતિએ માફ કરીને સ્વીકારી લીધી હતી. પરંતુ થોડા દિવસ પહેલા અલ્પાએ તેના 4 વર્ષના બાળકની કસ્ટડી લઇને તેને છૂટાછેડા આપ્યા હતા. પતિનું ઘર છોડીને સીધા જ પ્રેમી જયનાં ઘરે પહોંચેલી અલ્પાને જયે સ્વીકારવાની ના પાડી દીધી હતી. જયે અલ્પાના ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા.જેના ભરોસે પતિને છૂટાછેડા આપ્યા હતા તે વ્યક્તિએ પણ તેને દગો આપ્યો હતો. જેના લીધે અલ્પાની સ્થિતિ અત્યંત કફોડી બનતા તેણે 181 હેલ્પલાઇનમાં ફોન કરી મદદ માગી હતી.

મામા સસરાએ બે દીકરી હોવાથી ભાણેજ વહુને સ્વીકારવાની ના પાડી
ભાણેજ વહુ સાથે અનૈતિક સંબંધ રાખનાર જય સાથે 181 હેલ્પલાઇનના કાઉન્સિલરે વાત કરતા તેણે પોતાને બે દીકરીઓ હોવાથી લગ્ન કરવાનો ઇન્કાર કર્યો હતો. જ્યારે પતિને સમજાવવા પ્રયત્નો કરતા તેણે પણ પત્નીને રાખવા ઇન્કાર કરી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...