તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:અમરાઈવાડીમાં AMTS બસે મહિલાને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત, ડ્રાઈવર-કન્ડક્ટર પોલીસ સ્ટેશન ભાગ્યાં, ભેગા થયેલા ટોળાએ બસ પર પથ્થરમારો કર્યો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઘટના બાદ લોકોના ટોળા એકઠા થયા અને પોલીસને જાણ થતા એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી
  • અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ AMTSના કાચ પર પથ્થરો માર્યા હતા
  • મહિલા અચાનક આજુબાજુ જોયા વગર રોડ ક્રોસ કરી રહી હતી: ડ્રાઈવર

શહેરના અમરાઈવાડી મેટ્રો રેલ પોજેકટ પાસે ન્યુ કોટન ચાર રસ્તા પર AMTSની બસે એક અજાણી મહિલાને અડફેટે લીધી હતી. અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. ઘટના બાદ લોકોના ટોળા એકઠા થયા હતા. પોલીસને જાણ થતા એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના બાદ ડ્રાઈવ અને કન્ડક્ટર તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી સમગ્ર ઘટના વિશે જાણ કરી હતી.અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ AMTSના કાચ પર પથ્થરો માર્યા હતા

મહિલા બસના ટાયર નીચે આવી જતા કમકમાટી ભર્યું મોત
મહિલા બસના ટાયર નીચે આવી જતા કમકમાટી ભર્યું મોત

બસના ડ્રાઈવરે પોલીસને જણાવ્યું કે, જ્યારે બસ લાલદરવાજા તરફ જઈ રહી હતી ત્યારે એક સિનિયર સિટીઝન મહિલા અચાનક આજુબાજુ જોયા વગર રોડ ક્રોસ કરી રહી હતી. જે જોઈ મેં બ્રેક મારી હતી પરંતુ કમનશીબે મહિલાની બસના આગળની સાઈટ આવી ગઈ હતી. બસના આગળના ટાયર નીચે આવી જતા મહિલાનું મોત નિપજ્યું છે. અકસ્માત બાદ બસમાં સવાર અન્ય મુસાફરો પણ ઉતરી ભાગ દોડ કરવા લાગ્યા હતા. પોલીસ ઘટના સ્થળે આવી લોકોના ટોળા દૂર કરી મહિલાના મૃતદેહને હોસ્પિટલ મોકલ્યો હતો.

અકસ્માત બાદ લોકોના ટોળાએ બસના કાચ તોડી નાખ્યા હતા
અકસ્માત બાદ લોકોના ટોળાએ બસના કાચ તોડી નાખ્યા હતા
ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો
ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો
અન્ય સમાચારો પણ છે...