તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાતનો પ્રયાસ:મણિનગર અંડપાસ પાસે મહિલાએ ટ્રેનની પડતું મુકતા ટ્રેન સાથે ઢસડાઈ, પોલીસે જીવતી બહાર કાઢી

અમદાવાદ23 દિવસ પહેલા
ટ્રેન નીચે ઢસડાતા મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી
 • સ્થાનિકો તેમજ રેલવે પોલીસે મહિલાને જીવતી હાલતમાં ટ્રેન નીચેથી બહાર કાઢી હતી
 • મહિલાને 108 દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી

શહેરના મણિનગર અંડરપાસમાં અજાણી મહિલાએ ટ્રેન સામે પડતું મુક્યું છે. મહિલાએ કટરા-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન નીચે પડતું મુક્યું હતું. ઘટનામાં રેલગાડી સાથે મહિલા થોડાક ફૂટ સુધી ઢસડી હતી. તે સમયે ત્યાર ઉપસ્થિતિ સ્થાનિકો તેમજ રેલવે પોલીસે મહિલાને જીવતી હાલતમાં ટ્રેન નીચેથી બહાર કાઢી હતી. ત્યારબાદ મહિલાને 108 દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી.

પોલીસે મહિલાને જીવતી હાલતમાં ટ્રેન નીચેથી બહાર કાઢી હતી
પોલીસે મહિલાને જીવતી હાલતમાં ટ્રેન નીચેથી બહાર કાઢી હતી

દક્ષિણ પાસેના રેલવે અંડરપાસની દિવાલ ટૂંકી હોવાથી અનેક લોકો ત્યાંથી કુદકો મારી ટ્રેન નીચે પડતું મુકી મોત વ્હાલું કરી લેતા હોય છે. જ્યારે કેટલાક લોકો શોર્ટકટ મારવા માટે અહીંથી આવર-જવર કરતા હોય છે. જેના કારણે અકસ્માતની ઘટના બને છે. તંત્રને પણ દિવાલને ઉંચી કરવા માટે અનેક રજૂઆતો કરવામાં આવી છે. છતા હવે ક્યારે કામગીરી થાય તેની રાહ છે. એક અઠવાડિયા પહેલા પણ બે વિદ્યાર્થીઓ અંડરપાસની દિવાલ કુદીને ટ્રેન સાથે અથડાતા એકનું ઘટના સ્થળે જ મોત જ્યારે અન્ય એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

સ્થાનિક અને પોલીસે મહિલાને બહાર કાઢી
સ્થાનિક અને પોલીસે મહિલાને બહાર કાઢી
108 દ્વારા મહિલાને હોસ્પિટલ ખસેડાઈ
108 દ્વારા મહિલાને હોસ્પિટલ ખસેડાઈ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો