તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કડીમાં મંદિરના ટ્રસ્ટી, સાધ્વી સહિત 4ની હત્યાના કેસમાં મહિલા પકડાઈ; દિલ્હીમાં નામ બદલીને રહેતી હતી, 17 વર્ષથી વોન્ટેડ હતી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 2004માં પતિ સાથે મળી હત્યા કરી 10 લાખની મત્તા લૂંટી હતી

કલોલના કડીના ઉટવા ગામના મહાકાળી મંદિરની અંદર એનઆરઆઈ ટ્રસ્ટી, સાધ્વી સહીત ચારની હત્યા કરી 10 લાખની મત્તાની લૂંટ કરવાના ગુનામાં ફરાર મહિલાને ક્રાઇમ બ્રાંચની ટીમે 17 વર્ષ બાદ દિલ્હીથી ઝડપી પાડી છે. જો કે આ હત્યા કેસમાં સામેલ મહિલાના પતિની ગુજરાત એટીએસની ટીમે 10 મહિના પહેલા જ ધરપકડ કરી લીધી હતી.

2004માં ઉટવાના મહાકાળી મંદિરમાં એનઆરઆઈ ટ્રસ્ટી ચિમન પટેલ, સાધ્વી સમતાનંદપૂર્ણાનંદ સરસ્વતી અને બે સેવકની હત્યા કરાઈ હતી. હત્યામાં વપરાયેલું ધારિયું મંદિરમાં જ રહેતી મહેન્દ્રસિંહ નામની વ્યક્તિ અને તેની પત્ની રાજકુમારીના રૂમમાંથી મળી આવ્યું હતું. મહેન્દ્રસિંહ અને તેની પત્ની હત્યા કરી 10 લાખની લૂંટ કરી ફરાર હતાં. 10 મહિના પહેલાં ગુજરાત એટીએસની ટીમે બાતમી મળતા મહેન્દ્રસિંહની દિલ્હીમાંથી ધરપકડ કરીને અમદાવાદ લવાયો હતો. જ્યાં તેની પૂછપરછ કરતા તેનું સાચું નામ ગોવિંદસિંહ યાદવ (મૂળ રહે. મધ્યપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. ગોવિંદસિંહ તેની પત્ની રાજકુમારી સાથે અલગ-અલગ શહેરોમાં એ સમયે સિક્યોરિટી ગાર્ડની નોકરી કરતો હતો અને હત્યાકાંડના 20 દિવસ પહેલાં જ કડી પાસે મહાકાળી મંદિરમાં પત્ની સાથે રહેવા આવ્યો હતો. આથી હત્યાકાંડમાં સામેલ રાજકુમારી ઉર્ફે ડિસ્કોની શોધખોળ હાથ ધરી હતી. બાતમી મળતાં તે દિલ્હીમાંથી પકડાઈ હતી અને અમદાવાદ લવાઈ હતી.

આરોપીઓના માથે 50 હજારનું ઇનામ હતું
આરોપીઓના માથે સરકારે રૂ. 50 હજારનંુ ઈનામ આપવાની જાહેરાત કરી હતી. હત્યા કરનાર દંપતી કડીથી જયપુર, ઝાંસી, ઓરાઈ, સકવાનમાં છૂટક મજૂરી કરી દિલ્હી જતું રહ્યું હતું. દિલ્હીના વસંતકુંજમાં ગોવિંદસિંહે પોતાનું નામ બદલી મહેન્દ્રસિંહ તથા રાજકુમારીએ પોતાનું નામ બદલી સરોજ રાખ્યું હતું. સરોજ ડિસ્કો નામથી ચાની કીટલી ચલાવતી હતી.

અન્ય સમાચારો પણ છે...