તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભૂવા:વગર વરસાદે જોધપુર, મેઘાણીનગરમાં ભૂવા પડ્યા, અત્યાર સુધી 25થી વધુ ભૂવા

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં વગર વરસાદે પણ ભૂવા પડવાનો સીલસીલો ચાલી રહ્યો છે. મંગળવારે જોધપુરમાં બીઆરટીએસની મિક્સ લેનમાં ભૂવો પડતાં ટ્રાફિક અટવાયો હતો. મેનહોલની એક તરફની દીવાલ તૂટી જતાં આ ભૂવો પડ્યો હતો.મેઘાણીનગરમાં મોડલ રોડ ગણાતા રત્નસાગરથી રામેશ્વર રોડ પર આશિષ સોસાયટી પાસે જ ભૂવો પડ્યો હતો.

થોડા દિવસ પહેલા પડેલા ભૂવાની નજીકમાં જ આ બીજો ભૂવો પડ્યો હતો. 1200 એમએમ ડાયામીટરની સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇનમાં રિપેરિંગ બાદ 300 એમએમ ડાયામીટરની પાણીની લાઇનમાં ગઇકાલે લીકેજ થયું હતું. જેને કારણે ત્યાં ભૂવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...