તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે રથયાત્રા:ભક્તો વિના જગતના નાથને આજે એકલું લાગશે; ઘરની ગેલેરી, ધાબા પર એકઠા ન થવા પોલીસનો આદેશ

અમદાવાદ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
રથયાત્રાની પૂર્વ સંધ્યાએ જગન્નાથ મંદિરને રોશિનીથી ઝગમગી ઊઠ્યું હતું. રવિવારે સાંજે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીએ સંધ્યા આરતીમાં ભાગ લીધો હતો. - Divya Bhaskar
રથયાત્રાની પૂર્વ સંધ્યાએ જગન્નાથ મંદિરને રોશિનીથી ઝગમગી ઊઠ્યું હતું. રવિવારે સાંજે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીએ સંધ્યા આરતીમાં ભાગ લીધો હતો.
 • રથયાત્રા જોવા સંબંધીઓને ઘરે નહિ બોલાવવા કે

શહેરમાં 144 વર્ષના ઈતિહાસમાં આ વખતે પહેલી વખત રથયાત્રા દર્શનાર્થીઓ તેમ જ પ્રસાદ વગર જ નીકળશે. જોકે કોરોનાને કારણે રથયાત્રાના રૂટ પર કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર નીકળી શકશે નહીં. રથયાત્રા જોવા ઘરની ગેલેરી, ધાબા પર ભેગા ન થવા, સંબંધીને ઘરે ન બોલાવવા પોલીસે રૂટ પરના વિસ્તારોની પોળો, સોસાયટીઓમાં લાઉડ સ્પીકરથી જાહેરાત કરી હતી.

રવિવારે 10 વાગ્યાથી જ કર્ફ્યૂ લાદી દેવાયો હતો અને રથયાત્રા પૂરી થયા બાદ બપોરે 2 વાગ્યે એટલે કે 16 કલાક બાદ કર્ફ્યૂમાંથી મુક્તિ મળશે. જોકે કર્ફ્યૂનો કડક અમલ થાય અને કોઈ વ્યક્તિ રથયાત્રા જોવા ઘરની બહાર ન નીકળે તે માટે 23 હજાર પોલીસ, સુરક્ષા કર્મચારી રથયાત્રાના રૂટ પર તહેનાત કરાયા છે. જ્યારે રથયાત્રામાં 3 રથ અને મંદિરના 2 વાહન મળી 5 જ વાહન જોડાવાના હોવા છતાં મૂવિંગ બંદોબસ્તમાં ક્રાઇમ બ્રાંચ સહિત 2500 સુરક્ષા કર્મચારી તહેનાત રહેશે. 15 ડ્રોન અને 300 સીસીટીવીથી રથયાત્રાના રૂટનું મોનિટરિંગ કરાશે. જ્યારે રૂટ પરના 10 પોલીસ સ્ટેશનમાં અલાયદા કંટ્રોલ રૂમ બનાવાયા છે.

10 પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમવારે બપોરે 2 વાગ્યા સુધી કર્ફ્યૂ
રથયાત્રા ગાયકવાડ હવેલી, ખાડિયા, કાલુપુર, શહેરકોટડા, દરિયાપુર, શાહપુર, કારંજ, માધવપુરા, દાણીલીમડા અને સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટ એમ આ 10 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થવાની છે. આથી આ તમામ પોલીસ સ્ટેશનના તાબા હેઠળ આવતા વિસ્તારોમાં રવિવારે રાતે 10 વાગ્યાથી સોમવારે બપોરે 2 વાગ્યા સુધી સંપૂર્ણ કર્ફ્યૂ લદાયો છે.

વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ

 • નરોડાથી મેમ્કો તરફ આવતા વાહનો મેમ્કો ચાર રસ્તાથી ડાબી બાજુ વળી બાપુનગર - રખિયાલ-અમરાઈવાડી તરફ જઈ શકશે.
 • સોનીની ચાલી તરફથી આવતાં વાહનો રખિયાલ ચાર રસ્તાથી જમણી બાજુ વળી મેમ્કો તરફથી ડાબે વળીને ગોમતીપુર - મણિનગર - દાણીલીમડા તરફ અવરજવર કરી શકશે.
 • નારોલથી આવતાં વાહનો દાણીલીમડાથી આંબેડકર બ્રિજ થઈ આશ્રમ રોડ જઈ શકશે.
 • આશ્રમ રોડથી સુભાષબ્રિજ સર્કલ થઈ શિલાલેખ ચાર રસ્તા થઈ શાહીબાગ ડફનાળા, એરપોર્ટ અવરજવર કરી શકાશે. આંબેડકર બ્રિજ થઇને દાણીલીમડા-ગોમતીપુર-મણિનગર જઈ શકાશે.

આ બ્રિજ બંધ રહેશે

 • જમાલપુર બ્રિજ
 • એલિસબ્રિજ
 • નહેરુબ્રિજ
 • ગાંધીબ્રિજ

આ બ્રિજ ચાલુ રહેશે

 • સુભાષ બ્રિજ
 • દધીચિ બ્રિજ
 • આંબેડકર બ્રિજ
 • વિશાલા બ્રિજ

રથયાત્રા માટે વડાપ્રધાને પ્રસાદ મોકલ્યો
રથયાત્રાની પૂર્વ સંધ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાન જગન્નાથ માટે પ્રસાદી મોકલાવી હતી, જેમાં મગ, જાંબુ, કેરી, દાડમ,કાકડી અને સુકામેવાની પ્રસાદી હતી. આ પ્રસાદ જગન્નાથજીને ધરાવાયો હતો. બીજી તરફ મુખ્યમંત્રીએ ઘરેથી જ રથયાત્રાના દર્શન કરવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...