સુખદ સમાધાન:​​​​​​​લગ્નના એક જ અઠવાડિયામાં સાસુ-વહુ વચ્ચે ઝઘડા શરૂ થયા, પતિએ કાઢી મૂકતા યુવતીએ હેલ્પલાઈનની મદદ લીધી

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હેલ્પલાઈની ટીમે ત્રણેયને સમજાવતાં સુખદ સમાધાન થયું

શહેરના પૂર્વ વિસ્તારમાં લગ્નના એક જ અઠવાડિયામાં પતિએ પત્નીને ઘરની બહાર કાઢી મૂકી હતી. લગ્નના દિવસથી જ સાસુ અને વહુ વચ્ચે ઝઘડા શરૂ થયા હતા. પતિએ કહ્યું હતું કે, લગ્ન હજી સુધી રજિસ્ટ નથી થયા માટે આગળ વિચારીશું અને બાદમાં ઘરની બહાર કાઢી મૂકી હતી. જેથી યુવતીએ મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી. હેલ્પલાઈનની ટીમે યુવતી તેના પતિ અને સાસુને સમજાવ્યા હતા. નવા લગ્ન થયા બાદ કેટલીક મુશ્કેલીઓ પડે છે અને પ્રેમથી સમજાવટથી ઉકેલ લાવી અને સાથે રહી શકાય છે. હેલ્પલાઈનની ટીમે સમજાવતાં ત્રણેય ફરી સાથે રહેવા લાગ્યા હતા.

લગ્ન દિવસથી જ સાસુ-વહુ વચ્ચે ઝઘડો શરૂ
અમદાવાદના અસારવા વિસ્તારમાં યુવતીએ યુવક સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતાં. લગ્ન કરી યુવતી તેના સાસરે પતિ અને સાસુ સાથે રહેવા લાગી હતી. લગ્ન દિવસથી જ સાસુ અને વહુ વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયા હતા. નજીવી બાબતમાં ઝઘડો થયો હતો. પતિએ પત્નીને કહ્યું કે આપણા લગ્ન રજીસ્ટ્રેશન થયા નથી માટે આગળ વિચારીશું. બાદમાં પતિએ માતા સાથે ઝઘડા થતા પત્નીને અઠવાડિયામાં જ ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી તેણે મહિલા હેલ્પલાઈને જાણ કરતા ટીમ આવી હતી. ટીમે પુછતાં સાસુએ કહ્યું હતું કે વહુ બોલાચાલી અને ઝઘડા કરી ગાળાગાળી કરે છે.

લગ્ન બાદ વહુને ઘરના રહેન સહેનમાં મુશ્કેલીઓ પડી
હેલ્પલાઇનની ટીમે તેઓને સમજાવ્યા હતા કે ગાળાગાળી કરવી જોઈએ નહીં અને નવા લગ્ન બાદ વહુને ઘરના રહેન સહેનમાં મુશ્કેલીઓ આવતી હોય છે જેને સમજાવટથી પ્રેમથી દૂર કરવી જોઈએ. બાદમાં તેઓને સમજાવતાં સાથે રહેતા સુખદ સમાધાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...