તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્રોકર ગુમ કેસ:બોપલમાં કરાયેલી અરજી પાછી ખેંચાતા અશેષ હાજર થાય તેવી શક્યતા, લેણદારો સાથે સેટલમેન્ટ શરૂ!

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્રોકર વતી કોણ રોકાણકારોના સંપર્કમાં છે તે દિશામાં તપાસ

સેટેલાઇટના એસ્ટેટ બ્રોકર અશેષ અગ્રવાલના લેણદારો પૈકી આશિષ પટેલે બોપલ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી, પણ તે અઠવાડિયામાં પાછી ખેંચી લીધી હતી, જેના પરથી પોલીસનું એવું માનવું છે કે અશેષે તમામ લેણદારો સાથે પૈસાનું સેટલમેન્ટ કરી લીધું છે. આથી હવે તે ગમે તે ઘડીએ પાછો આવી શકે છે. જોકે અશેષ વતી લેણદારો સાથે કોણ સેટલમેન્ટ કરી રહ્યંુ છે તેની પણ પોલીસે ગુપ્ત રીતે તપાસ શરૂ કરી છે.

એસ્ટેટ બ્રોકર અશેષ અગ્રવાલ રહસ્યમય રીતે ગુમ થયા હોવાની વાતને 19 દિવસ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી તેનો કોઈ પત્તો લાગ્યો નહીં હોવાનું પોલીસનું કહેવું છે. જ્યારે બીજી બાજુ અશેષ લોકોના કરોડો રૂપિયાનો ફાંદો કરીને ભાગી ગયો હોવાની વાત છે, પરંતુ આશિષ પટેલ સિવાય એક પણ રોકાણકારે પોલીસ સમક્ષ અશેષ વિરુદ્ધ ફરિયાદ, અરજી કે રજૂઆત કરી નથી. જ્યારે આશિષ પટેલે પણ બોપલ પોલીસ સ્ટેશનમાં કરેલી અરજી પાછી ખેંચી લીધી છે. આથી હવે પોલીસ ચોક્કસ રીતે માની રહી છે કે અશેષ અગ્રવાલ તેના લેણદારોના સંપર્કમાં છે અથવા તો અશેષ વતી બીજી કોઈ વ્યક્તિ લેણદારોના સંપર્કમાં છે. આટલું જ નહીં જે પણ લેણદારો છે તેમની સાથે અશેષ વતી પૈસાનું સેટલમેન્ટ થઈ ગયંુ અથવા તો થઈ રહ્યું હોવાની આશંકા પોલીસે નકારી નથી.

અન્ય સમાચારો પણ છે...