તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠંડી સાથે 2020ની વિદાય:વરસાદ સાથે 2021નું સ્વાગત; એક સાથે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી 3-7 જાન્યુઆરી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલની શક્યતા

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
સુરતના પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને પણ ઠંડીથી સુરક્ષિત રાખવાના ઉપાયો અજમાવાયા હતા. અહીં હરણોને પણ ગરમાવો આપવા તાપણું કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
સુરતના પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને પણ ઠંડીથી સુરક્ષિત રાખવાના ઉપાયો અજમાવાયા હતા. અહીં હરણોને પણ ગરમાવો આપવા તાપણું કરવામાં આવ્યું હતું.
 • દાહોદ-ગોધરાથી લઇને વડોદરા સુધી વરસાદી છાંટા પડી શકે

રાજ્યભરમાં બુધવારે તાપમાનમાં સામાન્ય વધારો થવા છતાં ઠંડીનું મોજંુ યથાવત રહ્યું હતું. બુધવારથી શરૂ થયેલાં ઉત્તર-પૂર્વથી ઉત્તરના પવનોને કારણે અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં લઘુતમ તાપમાનમાં વધારો નોંધાયો છે. રાજ્યમાં સૌથી ઠંડુ રહેતું નલિયાનું લઘુતમ તાપમાન 2.7 ડિગ્રીથી વધીને 9.1 ડિગ્રી નોંધાયું હતું. 7.2 ડિગ્રી તાપમાન સાથે કેશોદ અને ડીસામાં રાજયનું સૌથી નીચુ તાપમાન નોંધાયું હતું. વર્ષના અંતિમ દિવસોમાં કોલ્ડવેવની કારણે ઠંડીનું મોજું ફરી વળ્યું હતું.

બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ
અરબી સમુદ્રમાં 1 જાન્યુઆરી બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ રચાતા નવા વર્ષની શરૂઆત ઠંડીની સાથે વરસાદી છાંટા સાથે થવાની શક્યતા છે. અરબી સમુદ્રમાં એક સાથે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના હોવાથી 3થી 7 જાન્યુઆરી દરમિયાન વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ છવાશે. જો કે, ગુરુવારથી સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતને બાદ કરતા સમગ્ર રાજ્યમાં ઠંડીનો પારો 1થી 2 ડિગ્રી ગગડવાની વકી હવામાન વિશેષજ્ઞે કરી છે.

1લી જાન્યુઆરીથી વાતાવરણમાં પલટો
હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે, ગુરુવારથી કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને બાદ કરતાં સમગ્ર રાજ્યનાં લઘુત્તમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીથી રાહત થશે. પરંતુ, 1લી જાન્યુઆરીથી અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફને લીધે 2 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી દરમિયાન રાજ્યનાં વાતાવરણમાં પલટો આવશે. તેમજ 3થી 7 જાન્યુઆરી દરમિયાન વાદળિયા વાતાવરણ વચ્ચે ગુજરાતનાં પૂર્વના વિસ્તારો જેવા કે, છોટાઉદેપુર, દાહોદ-ગોધરાથી લઇને વડોદરા સુધીના દક્ષિણ ગુજરાતનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદી છાંટા પડી શકે છે.

એક સાથે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરસાદી માહોલ છવાશે
ઉત્તર અરેબિયન સમુદ્રમાં મધ્ય લેવલ પર પહેલી જાન્યુઆરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો મજબૂત ટ્રફ રચાશે, જે સ્થિર રહેશે.ત્યારબાદ 2થી 4 જાન્યુઆરીएએ બીજું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જે આ ટ્રફને વધુ મજબૂત બનાવશે. જેને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ સર્જાશે.

કયાં વરસાદ પડવાની શક્યતા
3થી 7 જાન્યુઆરી દરમિયાન દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, ડાંગ, વ્યારાથી લઇને વડોદરા સુધીના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા કે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા નહિવત છે.

કયાં કેટલી ઠંડી નોંધાઇ

કેશોદ, ડીસા7.2
ગાંધીનગર8
નલિયા9.1
કંડલા એરપોર્ટ9.1
રાજકોટ9.2
સુરેન્દ્રનગર9.3
ભુજ, વડોદરા10
અમરેલી10.2
મહુવા10.3
વિદ્યાનગર10.3
અમદાવાદ10.7
વેરાવળ10.9
વલસાડ, પોરબંદર11
કંડલા પોર્ટ11.3
ભાવનગર11.4
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો