કાર્યવાહી:ટ્રાન્સપોર્ટર સાથે રૂ. 56 લાખની ઠગાઈ કરનારા 6 સામે ફરિયાદ, ચાંદખેડાના વેપારીને વધુ વ્યાજની લાલચ આપી પૈસા લીધા હતા

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૈસા પરત લેવા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી

ચાંદખેડાના ટ્રાન્સપોર્ટરને ધંધામાં પૈસાની જરૂર છે તેમ કહીને વિશ્વાસમાં કેળવીને એક કંપનીના ભાગીદારોએ મહિને 1.5 ટકા વ્યાજ આપવાનું કહીને રૂ. રૂ.56 લાખ પરત ન આપી ધમકી આપતા આ અંગે વેપારીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં 6 વ્યક્તિઓના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે.

ચાંદખેડાના ગોવિંદનગર સોસાયટીમાં રહેતા ઈન્દ્રજીતસિઘ સૈની ટ્રક લોડિંગ અને ટ્રાન્સપોર્ટનો વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના મોટાભાઈ તેજેન્દ્રસિંઘ તેઓની પેઢી બલબીર રોડ લાઈન્સની ટ્રકો મોદી ફેઈટ કેરિયર નામની કંપનીના માલિક અખિલેશ મોદી અને ભાગીદારો તથા વિજય લક્ષ્મી ટ્રાન્સપોર્ટ કંપનીના માલિકો અને ભાગીદારો સાથે ઓળખાણ હોય અને અવાર નવાર ધંધાકીય વ્યવહાર થતો હોવાના કારણે સારા સંબંધો બંધાયા હતા. જો કે આ દરમિયાન તમામ લોકોએ તેજેન્દ્રસિંઘને ધંધામાં પૈસાની જરૂર હોવાથી રોકાણ કરવાનંુ કહીને માસિક 1.5 ટકા વ્યાજ આપવાની વાત કરી હતી.

ઈન્દ્રજીતસિંઘ અને તેમના મિત્ર હરજીતસિંઘ સૈનીને વાત કરીને બન્નેએ પૈસાનું રોકાણ કરવાનું નક્કી કર્યું હતું. બાદમાં આ તમામ લોકોને કુલ રૂ.28.75 લાખ આપ્યા હતા. જો કે 1.5 ટકા વ્યાજ સાથે કુલ રૂ.56 લાખ લેવાના થતા જો કે તેમની સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોવા છતા પણ પૈસા પરત આપ્યા ન હોવાથી ઈન્દ્રજીતસિંધે પૈસા માટે ગયા ત્યારે આ તમામ લોકો બીભત્સ ગાળો બોલીને અહિંથી જતા રહો નહીં તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને હથિયાર બતાવીને ધમકી આપી હતી. જેથી ડરી ગયેલા ઈન્દ્રજીતસિંઘ અને હરજીતસિંઘ તેમના ઘરે પરત ફર્યા હતા.

બાદમાં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અખિલેશ મોદી, કમલેશ મોદી, નરેન્દ્ર મોદી, મીઠાલાલ ભંડારી, મંજુબેન ભંડારી અને પ્રશાંત ભંડારીના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિશ્વાસઘાત, ઠગાઈ અને ધાકધમકીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...