તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • With The Transition Of Uncontrolled Corona In Ahmedabad, Now The Fear Of Heatwave, The Temperature Is Likely To Reach 42 Degrees In The Next Two Days.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વધુ એક સંકટ:અમદાવાદમાં બેકાબૂ થયેલા કોરોનાના સંક્રમણની સાથે હવે હીટવેવની દહેશત, બે દિવસમાં તાપમાન 42 ડીગ્રી થવાની શક્યતા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉનાળાની શરૂઆતમાં જ લોકો ગરમીથી ત્રસ્ત થયા (પ્રતીકાત્મક તસવીર). - Divya Bhaskar
ઉનાળાની શરૂઆતમાં જ લોકો ગરમીથી ત્રસ્ત થયા (પ્રતીકાત્મક તસવીર).
  • આગામી ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હીટવેવ ચાલુ રહેવાની આગાહી

રાજ્યમાં કોરોનાના કેસો વધવાથી લોકોમાં ભય ફેલાયો છે, ત્યારે અમદાવાદીઓના માથે વધુ એક મોટું સંકટ તોળાઈ રહ્યું છે. શહેરમાં હાઇ લેવલના કોરોના સંક્રમણની સાથે હવે હીટવેવમાં પણ વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં 23મી માર્ચથી લઈને 500 કેસ નોંધાવાની શરૂઆત થઈ ગઈ હતી, જે આજે 600નો આંકડો વટાવી ગયો છે. કોરોનાની દહેશતની સાથે લોકો ગરમી વધવાથી લૂ લાગવી, શરદી, હીટ સ્ટ્રોક, ટાઈફોઈડ, ઓરી, ફૂડ પોઇઝનિંગ જેવા રોગોનો પણ ભોગ બની શકે છે.

અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનું મોજું ફરી વળ્યું
હીટવેવની અસરથી અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 1.1 ડીગ્રી વધી રવિવારે 41.7 ડીગ્રીએ પહોંચી ગયું હતું. આગામી બે દિવસ અમદાવાદ સહિત રાજ્યનાં અન્ય શહેરોમાં ગરમીનું જોર વધવા સાથે પારો 42 ડીગ્રીની આસપાસ રહેવાની આગાહી કરવામાં આવી છે. રવિવારે દરિયાકાંઠાના વિસ્તારોને બાદ કરતાં મોટા ભાગનાં શહેરોમાં ગરમીનો પારો 40 ડીગ્રીથી વધુ રહ્યો હતો. 11 શહેરમાં તો ગરમી 41 ડીગ્રીને પાર કરી ગઈ હતી. 42.7 ડીગ્રી સાથે ડીસા અને સુરેન્દ્રનગર સૌથી ગરમ હતા. આગામી ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હીટવેવ ચાલુ રહેવાની આગાહી છે.

કોરોનાના કેસો વધવાની સાથે ગરમીમાં પણ વધારો થતાં લોકોમાં દહેશત ( ફાઈલ ફોટો)
કોરોનાના કેસો વધવાની સાથે ગરમીમાં પણ વધારો થતાં લોકોમાં દહેશત ( ફાઈલ ફોટો)

અમદાવાદમાં ચોથા દિવસે 600થી વધારે કેસ નોંધાયા
એક સમયે કોરોનાનું હોટસ્પોટ અને ડેથસ્પોટ રહેલા અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે ઉત્તરોત્તર કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. શહેર અને જિલ્લામાં સતત ચોથા દિવસે 600થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 612 નવા કેસ અને 587 દર્દી સાજા થયા છે, જ્યારે અમદાવાદ શહેરમાં 3 દર્દીનાં મોત થતાં મૃત્યુઆંક 2,348 પર પહોંચ્યો છે. અગાઉ 16 મેના રોજ અમદાવાદમાં હાઈએસ્ટ 973 કેસ નોંધાયા હતા.

ગુજરાતમાં કોરોના હવે માતેલોસાંઢ બન્યો
ગુજરાતમાં કોરોના હવે માતેલોસાંઢ બન્યો છે. રાજ્યમાં સતત ત્રીજા દિવસે 2200થી વધુ એટલે કે 24 કલાકમાં 2252 નવા કેસ નોંધાયા છે, જ્યારે સતત બીજા દિવસે 8નાં મોત થયા છે, જેમાં સુરતમાં 677 અને અમદાવાદમાં 612 નવા કેસ નોંધાયા છે તેમજ 1731 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે સુરત શહેરમાં 3, અમદાવાદ શહેરમાં 3, રાજકોટ શહેરમાં 1 અને પંચમહાલમાં 1 મળીને કુલ 8 દર્દીનાં મોત સાથે મૃત્યુઆંક 4,500 થયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો