પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને જયારે ત્રણ દિવસ બાકી છે. ત્યારે દેશ પરદેશથી હજારો ભક્તોનું આગમન અમદાવાદને આંગણે થઈ રહ્યું છે. મહંતસ્વામી મહારાજના પ્રેરક સંદેશને પોતાનો જીવનમંત્ર બનાવી દેનાર 80,000 સ્વયંસેવકો અને લાખો ભક્તોના હૃદયમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને લઈને અદમ્ય ઉત્સાહ અને પ્રેરણાનો સંચાર જોવા મળી રહ્યો છે. 45 જેટલા સેવા વિભાગોમાં શહેર તેમજ ગામડાંઓના ભક્તો સાથે મળીને સેવા કરી રહ્યા છે. ડોક્ટર, ઈજનેર, સીએ, એમબીએ વગેરે ડીગ્રીધારી ભાઈઓ અને બહેનો નાનામાં નાની સેવા કરતા જોઈ શકાય છે. વિશાળ બાળનગરી, પ્રવેશદ્વાર, અને ગ્લો ગાર્ડનને આખરી ઓપ અપાઈ રહ્યો છે. દરેક વિભાગો જોર-શોરથી પૂર્ણતા તરફ વધી રહ્યા છે. છેલ્લાં એક વર્ષથી નગરના નિર્માણકાર્યમાં રત હજારો સંતો અને 80,000 સ્વયંસેવકોના કરોડો માનવ કલાકોના ભક્તિસભર પુરુષાર્થ, સેવા અને સમર્પણથી અલૌકિક ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’ મ્હોરી ઉઠ્યું છે. આ શતાબ્દી મહોત્સવમાં અમેરિકા, ઇંગ્લેન્ડ, આફ્રિકા, અને ઓસ્ટ્રેલિયાથી ભાવિક ભક્તોનું આગમન થશે. મનોહર, પ્રેરણાદાયી બાળ નગરી - શિસ્ત, શિક્ષણ, સ્વાસ્થ્ય, સંસ્કાર, સંસ્કૃતિના પાઠ દૃઢ કરાવશે આ અદ્ભુત બાળનગરીનું 4500 જેટલાં બાળ-બાલિકા સ્વયંસેવકો/સ્વયંસેવિકાઓ દ્વારા સંચાલિત થશે.
શતાબ્દી મહોત્સવની તૈયારીઓ પૂર્ણતાના આરે
આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં બાળ ઉત્કર્ષ, નારી ઉત્કર્ષ, પારિવારિક શાંતિ, વ્યસન મુક્તિ, સમાજસેવા અને રાષ્ટ્રભક્તિના પાઠ શિખવશે. સમાજના વિવિધ ક્ષેત્રોના દેશ-પરદેશના વિભિન્ન સ્તરના વિવિધ કૌશલ્ય ધરાવતાં હજારો સ્વયંસેવકોએ પરમ પૂજય મહંતસ્વામીની હાકલથી મહોત્સવની સેવામાં મહિનાઓથી ઝંપલાવી દીધું છે. 45 જેટલાં વિભિન્ન સેવા વિભાગો જેવાં કે ઉતારા વિભાગ, રસોડા વિભાગ, બાંઘકામ વિભાગ, લેન્ડ સ્કેપ વિભાગ, ડેકોરેશન વિભાગ તેમ જ મહોત્સવ સ્થળનાં અનેકવિધ આકર્ષણો સંબંધિત વિવિધ વિભાગોમાં અદ્દભૂત કૌશલ્ય અને સમર્પણ સમર્પિત સ્વયંસેવકો સેવા કરી રહ્યાં છે. 45 જેટલાં સેવા વિભાગોમાં શહેર તેમ જ ગામડાંઓના ભક્તો સાથે મળીને સેવા કરી રહ્યાં છે. ડોકટર, ઇજનેર, સી.એ., એમ.બી.એ. વગેરે ડિગ્રીધારી ભાઇઓ અને બહેનો નાનામાં નાની સેવા કરતાં જોઇ શકાય છે. વિશાળ બાળનગરી, પ્રવેશ દ્રાર અને ગ્લો ગાર્ડનને આખરી ઓપ અપાઇ રહ્યો છે. દરેક વિભાગો જોર-શોરથી પૂર્ણતા તરફ વધી રહ્યાં છે.
સેવા અને સમર્પણથી મ્હોરી ઉઠ્યું અલૌકિક નગર
‘બીજાના ભલામાં આપનું ભલું છે’ આ જીવનસૂત્ર સાથે લાખો મનુષ્યોના જીવનમાં ઊર્ધ્વગામી પરિવર્તન લાવનાર, તેઓના આધ્યાત્મિક ઉન્નતિના પથદર્શક એવા પ્રમુખસ્વામી મહારાજ માટે પ્રત્યેક સ્વયંસેવકના હૃદયમાં પ્રમુખસ્વામી મહારાજનું ઋણ ચૂકવી શકીએ તેવો ભાવ છે. રાત-દિવસ જોયા વગર, પોતાની કૌટુંબિક, આર્થિક, વ્યાવસાયિક, સામાજિક જવાબદારીઓ સાથે અદભૂત સંતુલન સાધી આ સ્વયંસેવકો કોઈ પણ પ્રકારની સેવામાં ભક્તિપૂર્વક અને ગૌરવભેર પ્રદાન કરી રહ્યા છે. મારવાડી યુનિવર્સીટીના પ્રોફેસર સ્મિતભાઈ જે આ મહોત્સવમાં સેવા આપી રહ્યા છે, તેઓએ પત્રકારોને જણાવ્યું કે આ ઉત્સવની તૈયારીઓ પૂર્ણ થવાને આરે છે. ચારે બાજુ હરિભક્તોનો ખૂબ ઉત્સાહ જોવા મળે છે.” ભાઈઓની સાથે બહેનો પણ આ ઉત્સવમાં અતિ ઉત્સાહથી સેવા આપી રહ્યાં છે. અહીં સેવારત રચનાબેન કારિયાએ કહ્યું કે “ગુરુહરિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજે અમને સેવા કરવાની તક આપી એ અમારા મોટા ભાગ્ય છે.”
વિશ્વમાં કરોડો લોકો સુધી વિવિધ પ્રેરણસંદેશ વહાવશે
તેઓએ વધુમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે મહંતસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં 14 ડિસેમ્બરે આ મહોત્સવનું ઉદ્ઘાટન થશે અને 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી અનેકવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો અને વિશિષ્ટ આકર્ષણોથી આ મહોત્સવ સમગ્ર વિશ્વમાં કરોડો લોકો સુધી વિવિધ પ્રેરણસંદેશ વહાવશે. અહીં પ્રવેશ માટે કોઈ પણ પ્રકારની ફી નથી. કોઈ પણ ભેદભાવ વગર બધાંને પધારવા હાર્દિક આમંત્રણ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.