તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોર્નિંગ બ્રીફ:કોરોનાની બીજી લહેર શરૂ થતાં સરકાર સમીક્ષા બેઠક બોલાવી શકે, ગુજરાતમાં પહેલીવાર એક જ દિવસમાં સૌથી વધુ 1515 કેસ

અમદાવાદ11 દિવસ પહેલા

નમસ્કાર!

ગુજરાતમાં કોરોના બોમ્બ ફૂટ્યો છે. રાજ્યમાં પહેલીવાર એક જ દિવસમાં 1515 કેસ નોંધાયા છે અને હજી સ્થિતિ વણસે તેવા એંધાણ છે. રાજ્યમાં કોરોનાની બીજી લહેર શરૂ થતાં સરકાર સમીક્ષા બેઠક બોલાવી શકે છે. ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

આ 5 ઘટના પર રહેશે નજર
1) કોરોનાની બીજી લહેર શરૂ થતાં સરકાર સમીક્ષા બેઠક બોલાવી શકે છે
2) મનપા દ્વારા ચેકિંગ હાથ ધરાશે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ચેકિંગ કરાશે, ચાની હોટલો અને પાનના ગલ્લા પર ચેકિંગ ઝુંબેશ હાથ ધરાશે.
3) રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંકની વાર્ષિક સામાન્ય સભા આજે વીડિયો કોન્ફરન્સના માધ્મયથી યોજાશે.
4) અમદાવાદ, વડોદરા,સુરત, રાજકોટમાં રાત્રે ST બસ નહીં પ્રવેશે. રાત્રિ કર્ફ્યૂ દરમિયાન ST બસ સેવા બંધ રહેશે.
5) કર્ફ્યૂ સિવાયના વિસ્તારમાં મતદાર યાદીમાં નામ ઉમેરી શકાશે

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર
1) ગુજરાતમાં પહેલીવાર એક જ દિવસમાં સૌથી વધુ 1515 કેસ

ગુજરાતમાં કોરોના બોમ્બ ફૂટ્યો છે. રાજ્યમાં પહેલીવાર એક જ દિવસમાં 1515 કેસ નોંધાયા છે અને હજી સ્થિતિ વણસે તેવા એંધાણ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 9 મોત અને 1271 દર્દી સાજા થઇને ઘરે ગયા છે. આ સાથે જ અત્યારસુધીમાં કુલ કેસનો આંકડો 1 લાખ 95 હજાર 917 થયો છે. જ્યારે મૃત્યુઆંક 3846 થયો છે. તો અત્યારસુધીમાં કુલ 1 લાખ 78 હજાર 786 દર્દી ડિસ્ચાર્જ થયા છે.
વાંચો સમાચાર વિગતવાર

2) માલવણ-ખેરવા હાઇવે અકસ્માતમાં પાટણના 2 પરિવારના 7 લોકો ભડથું
ચોટીલા દર્શન કરીને પરત ફરતાં પાટણ જિલ્લાના વારાહી અને રાધનપુર તાલુકાના દર્શનાર્થીઓની ઈકો કારનો ડમ્પર સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કારમાં આગ ભભૂકી હતી અને કારમાં સવારે દર્શનાર્થીઓ બહાર ન નીકળી શકતા આગમાં ભડથું થઈ ગયા હતા. અકસ્માતમાં બે પરિવાર બળીને ભડથું થઈ ગયા હતા. તમામના મૃતદેહોને ઓળખવા પણ મુશ્કેલ થયા હતા.
વાંચો સમાચાર વિગતવાર

3) MLA આત્મારામ પરમારે ડીજેના તાલે રેલી કાઢી, મંત્રી વસાવા પણ જોડાયા

ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્ય અને સરકારના મંત્રી બિંદાસ્ત રેલીઓ યોજીને ભીડ ભેગી કરી રહ્યા છે. એટલું જ નહીં વડાપ્રધાન અને મુખ્યમંત્રીના માસ્ક પહેરવાના આદેશનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યાં છે. ભાજપના ધારાસભ્ય આત્મારામ પરમારની રેલીમાં જોડાયેલા મંત્રી ગણપત વસાવા બેફામ બનીને જનતામાં કોરોના વહેંચતા હોય તેમ અભિવાદન ઝીલતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
વાંચો સમાચાર વિગતવાર

4) ‘આ વખતે અમદાવાદમાં કર્ફ્યુનો ચુસ્ત અમલ કરાયો
અમદાવાદ શહેરમાં કર્ફ્યૂનો ચુસ્ત અમલ જોવા મળ્યો અને લોકોએ પણ સારોએવો સપોર્ટ આપ્યો. ખુદ પોલીસનું માનવું છે કે માર્ચ મહિનામાં પહેલા લોકડાઉન વખતે કર્ફ્યૂનો અમલ કરાવવામાં તેમને જે તકલીફ પડી હતી અને લોકો સાથે જે ઘર્ષણ થતું હતું તેવું આ વખતે બિલકુલ નથી.
વાંચો સમાચાર વિગતવાર

5) કેન્દ્રની 3 ડૉક્ટરની ટીમ ગુજરાતમાં બે દિવસ રોકાશે
ગુજરાતમાં વધતા જતા કોરોના કેસોને ગંભીરતાથી લઈને કેન્દ્રની એક ટીમ આજે ગુજરાત આવી પહોંચી હતી. કેન્દ્રની ટીમના સભ્ય ડૉ. સુજિત કુમારે કહ્યું હતું કે અમે SVP હોસ્પિટલની મુલાકાતે આવ્યા છીએ. હવે અધિકારીઓ સાથે મુલાકાત કરીને કોરોનાની પરિસ્થિતિ અંગે ચર્ચાઓ કરીશું. બે દિવસ સુધી ગુજરાતમાં જ રહીશું. એ ઉપરાંત વડોદરા અને અન્ય જિલ્લામાં જઈને કોરોનાની પરિસ્થિતિ અંગે આરોગ્ય અધિકારીઓ સાથે પરામર્શ કરીશું.
વાંચો સમાચાર વિગતવાર

અને દેશમાં આજે...

  • ગૃહ મંત્રી અમિત શાહનો ચેન્નાઈમાં આજે બીજો દિવસ. સુપરસ્ટાર રજનીકાંત સાથે મુલાકાત કરે તેવી શક્યતા.
  • G-20 સમિટનો બીજો અને અંતિમ દિવસ. આ સમિટની અધ્યક્ષતા સાઉદી આરબના કિંગ કરી રહ્યાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો