તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાંચીયા બાબુઓ સાવધાન:LVA સિસ્ટમથી કોઈપણ વ્યક્તિ સાચું બોલે છે કે ખોટું તે તેના અવાજના તરંગો પરથી જાણી શકાશે

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અમદાવાદમાં આ સિસ્ટમ માટે ACBની ઓફિસમાં હાઈ ટેક ઈન્ટ્રોગેશન રૂમ બનાવવામાં આવશે
 • ઇઝરાઇલની ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવેલ ઇન્ટ્રોગેશન રૂમ હશે
 • ઇઝરાયેલથી એક ટીમ ACB ઓફિસ પર ટૂંક સમયમાં આવશે

ગુજરાતમાં લાંચીયા અને ભ્રષ્ટાચારી અધિકારીઓને ઝડપી પાડવા ACBએ આ માટે એક નવી ટેકનોલોજી વસાવી છે. જેના ઉપયોગથી લાંચ લીધા પછી ઝડપાયેલ અધિકારી ખોટુ બોલશે તો પણ પકડાઈ જશે. સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાત ACBની અમદાવાદ સ્થિત હેડ ઓફિસમાં હાઈ ટેક ઈન્ટ્રોગેશન રૂમ બનાવવામાં આવશે.

ઈઝરાયેલની ટેકનોલોજીનો ઉપયોગ કરાયો
ACBએ લાંચિયા અધિકારીઓ પર સકંજો કસ્યો છે. અનેક લાંચિયા અધિકારીઓ સામે ACB સખત કાર્યવાહી કરી છે. જોકે હજી પણ ગુજરાતમાંથી સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ નાબૂદ કરવા માટે ACB હાઇટેક બનવા જઈ રહ્યું છે. ACBની અમદાવાદ સ્થિત ઓફિસે એક હાઈ-ટેક ઇન્ટ્રોગેશન રૂમ બનાવવામાં આવશે. ઇઝરાઇલની ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવેલ ઇન્ટ્રોગેશન રૂમ હશે જેના માટે ઇઝરાયેલથી એક ટીમ ACB ઓફિસ પર ટૂંક સમયમાં આવશે.

LVA શું છે અને કેવી રીતે કામ કરે છે ?
લેયર્ડ વોઇસ એનાલિસિસ એટલે કે LVA સુવિધા સાથેનો ઇન્ટ્રોગેશન રૂમ દેશમાં ગુજરાત ACBમાં સૌપ્રથમ છે. ગૃહ વિભાગ દ્વારા પણ તેની મંજૂરી આપી દેવામાં આવી છે. LVAએ એક એવી સાયકોલોજીકલ ઇન્વેસ્ટિગેશન ટેકનીક છે કે, જેમાં જે તે વ્યક્તિની સ્પીચમાના ભાવનાત્મક સંકેતો શોધી કાઢીને સંબંધિત વ્યક્તિની શંકાસ્પદ માનસિક સ્થિતિની સમજ આપે છે. તેમજ પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપતી વખતે આરોપીઓની લાગણીઓ જેવી કે તાણ અને બિન તણાવપૂર્ણ વચ્ચેના તફાવતનો અભ્યાસ કરવામાં આવે છે. LVA સિસ્ટમમાં કોઈ પણ વ્યક્તિ સાચું બોલે છે કે ખોટું તે તેના અવાજ ના તરંગો પરથી જાણી શકાય છે. વ્યક્તિ ગમે તે ભાષામાં બોલી રહ્યો હોય પરંતુ તેના અવાજના તરંગો અને હાવભાવ પરથી જાણી શકાય છે કે, વ્યક્તિ સાચું બોલે છે કે ખોટું બોલે છે.

12 પેરવી ઓફિસરની નિમણૂંક કરાશે
ACBના કેસ સુચારુ રીતે કોર્ટમાં ચાલી શકે તે માટે 12 પેરવી ઓફિસરની નિમણૂક પણ આવશે. જેમાં કાયદાના નિષ્ણાત અથવા તો અગાઉ ACBમાં ફરજ બજાવીને નિવૃત્ત થાય હોય તેવા અધિકારીની નિમણૂક કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો