તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમીક્ષા બેઠક:મોદીના ખાસ કૈલાસનાથનની અમદાવાદ સિવિલમાં સમીક્ષા બેઠક, એક મહિના સુધી સાંજની OPD બંધ કરવાનો નિર્ણય

અમદાવાદ5 દિવસ પહેલા
મુખ્યમંત્રીના સચિવ કૈ કૈલાશનાથને સિવિલ હોસ્પિટલમાં સમિક્ષા બેઠક યોજી
  • કે.કૈલાસનાથને સિવિલ મેડિસીટીના સિનિયર તબીબો સાથે દ્વિપક્ષીય ચર્ચા કરીને સમગ્ર પરિસ્થિતિ અંગેની વિગતવાર માહિતી મેળવી હતી.

ગુજરાતમાં કોરોનાના સંક્રમણથી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. જેમાં અમદાવાદ અને સુરતમાં સંક્રમણ હદ બહાર વધી ગયું છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મુખ્યમંત્રીના મુખ્ય સચિવ કે.કૈલાસનાથનની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. કે.કૈલાસનાથને સિવિલ મેડિસીટીના સિનિયર તબીબો સાથે દ્વિપક્ષીય ચર્ચા કરીને સમગ્ર પરિસ્થિતિ અંગેની વિગતવાર માહિતી મેળવી હતી. સિવિલ મેડિસીટીમાં આવેલ કેન્સર અને કિડની હોસ્પિટલની નવી બિલ્ડિંગને કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે સંપૂર્ણ રીતે કોરોનામાં પરિવર્તિત કરવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે સિવિલ હોસ્પિટલમાં એક મહિના માટે સાંજની ઓપીડી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કૈલાસનાથનની આગેવાનીમાં ટીમ બનાવવામાં આવી
ગુજરાતમાં વધતા જતા કોરોનાના કહેરની ગંભીર નોંધ વડાપ્રધાન કાર્યાલયે પણ લીધી છે, જેને લઈને કોવિડ ટેસ્ટિંગથી માંડીને વેક્સિનેશન માટે ગુજરાત સરકારને સીધી સૂચના આપવામાં આવી રહી છે, ખાસ કરીને કોરોનાને કાબૂમાં લેવા વેક્સિનેશનની ગતિ વધારવા વડાપ્રધાન કાર્યાલય નજર રાખી રહ્યું છે અને વેક્સિનેશન મામલે કૈલાસનાથનની આગેવાનીમાં અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે. રાજ્યમાં વેક્સિનેશન કામગીરીનો ચાર્જ પણ સંભાળી લીધો છે. કૈલાસનાથન નિર્ણયોના ઝડપી અમલીકરણ માટે જાણીતા હોવાથી તમામ મહાપાલિકામાં તથા જિલ્લાઓમાં રાજ્ય સરકારે ખાસ અધિકારીઓને નિયુક્ત કર્યા છે. તેમની સાથે સીધો સંપર્ક કરી વેક્સિનેશન વધારવાનું પ્લાનિંગ કરી રહ્યા છે, જેમાં ચોક્કસ ટાર્ગેટ સાથે કામગીરી આગળ વધારવામાં આવી રહી છે.

કૈલાસનાથનની આગેવાનીમાં અધિકારીઓની ટીમ બનાવવામાં આવી
કૈલાસનાથનની આગેવાનીમાં અધિકારીઓની ટીમ બનાવવામાં આવી

સિવિલમાં 75 ટકા દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો વધતાં હવે હોસ્પિટલો પણ હાઉસફૂલ થઈ રહી છે. અગાઉ કોરોનાના દર્દીઓને 1200 બેડની હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હતાં પણ હવે કેમ્પસમાં આવેલી અન્ય હોસ્પિટલમાં પણ દર્દીઓને ખસેડવામાં આવી રહ્યાં છે. જેમાં 75 ટકા દર્દીઓને કોઈપણ સંજોગોમાં ઓક્સિજનની જરૂરિયાત છે. છેલ્લા બે સપ્તાહમાં કોરોનાના કારણે અનેક પરિવાર સંક્રમિત થઈ રહ્યાં છે. નવા સ્ટ્રેનમાં પરિવારના એક કરતાં વધુ સભ્યો કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે અગાઉ માઈલ્ડ ટુ મોડરેટ દર્દીઓ આવતાં હતાં પણ હવે ગંભીર દર્દીઓની સંખ્યા વધી રહી છે.

ખાનગી હોસ્પિટલોમાં 75 ટકાથી વધુ બેડ ભરાઈ ગયા
અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ખાનગી હોસ્પિટલોમાં 75 ટકાથી વધુ બેડ ભરાઈ ગયા છે. જ્યાં હાલમાં 78 ટકા દર્દીઓ ICU વિથ વેન્ટિલેટરના બેડ પર સારવાર લઈ રહ્યાં છે. હાલની પરિસ્થિતિમાં ખાનગી કોવિડ હોસ્પિટલમાં કુલ 3390 બેડ કોરોનાના દર્દીઓ માટે ફાળવવામાં આવ્યાં છે. જેમાં 2530 બેડ પર દર્દીઓ સારવાર હેઠળ છે. તેમજ કુલ 860 બેડ ખાલી છે.

અમદાવાદમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ
અમદાવાદમાં દિવસે દિવસે ગંભીર પરિસ્થિતિ થતાં હવે કોરોનાની સારવાર કરતી ખાનગી હોસ્પિટલો વધારવામા આવી છે. માત્ર બે જ દિવસમાં 9 હોસ્પિટલો અને બેડ વધારવાની ફરજ પડી છે. 6 એપ્રિલના રોજ સવારે 9.30 સુધી અમદાવાદની AMC દ્વારા કોરોનાની સારવાર માટે જાહેર કરવામાં આવેલી કુલ 100 ખાનગી હોસ્પિટલમાં 3945માંથી 744 જેટલા બેડ ખાલી છે. જ્યારે 4 જેટલા કોવિડ સેન્ટરમાં 239 બેડમાંથી 79 લોકો એડમીટ છે અને 160 જેટલા બેડ ખાલી છે. કુલ 3945 બેડમાંથી આઇસોલેશન વોર્ડમાં 1184 બેડ, HDUમાં 1281, ICUમાં 493 અને ICUમાં વેન્ટિલેટર પર 243 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો