તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સફળ પ્રયોગ:બેઇન સર્કિટ એસેમ્બલીની મદદથી દર્દીના ઓક્સિજનનો વપરાશ 10થી 15 લિટરથી ઘટાડીને 4થી 5 લિટર કરાયો

અમદાવાદ11 દિવસ પહેલાલેખક: સમીર રાજપૂત
 • કૉપી લિંક
બેઇન સર્કિટની તસવીર - Divya Bhaskar
બેઇન સર્કિટની તસવીર
 • 7થી 10 દિવસમાં 10 દર્દીઓની બેઇન સર્કિટ મશીનથી સફળ સારવાર કરાઈ

દેશમાં અને રાજ્યમાં ઓક્સિજન લેવા દર્દીના સગાંઓ તથા હોસ્પિટલ સ્ટાફની લાંબી લાઇનો લાગી રહી છે. જેમાં શહેરના એક પલ્મોનોલોજિસ્ટે દર્દીની સર્જરી પહેલાં એનેસ્થેસ્યિા આપવા વપરાતા બેઇન સર્કિટ એસેમ્બલી (એનેસ્થેસિયા પહેલા ઓક્સિજન આપવા માટે વપરાતી નળી) મશીનના ઉપયોગથી દર્દીના ઓક્સિજનનો વપરાશ 10-15 લિટરથી ઘટાડીને 4થી 5 કિલો કર્યો છે, તેમજ દર્દીને બાયપેપ અને વેન્ટિલેટરની જરૂર પણ ટાળી શકાતી હોવાનું ડોકટર જણાવી રહ્યાં છે.

ઓક્સિજનની જરૂર 50 ટકા સુધી ઘટાડી શકાય
સેન્ટ્રલ યુનાઇટેડ હોસ્પિટલના ચીફ પલ્મોનોલોજિસ્ટ ડો. પાર્થિવ મહેતા જણાવ્યું કે, મેં અને મારી પલ્મોનોલોજીસ્ટની ટીમે 7થી 10 દિવસમાં હોસ્પિટલમાં દાખલ જે દર્દીનું ઓક્સિજન લેવલ ઝડપથી ઘટી રહ્યું હતુું, તેવાં 10 જેટલાં દર્દીને બેેઇન સર્કિટ મશીનના ઉપયોગથી ઓક્સિજનની જરૂર 50થી 60 ટકા ઘટાડી શકાઈ છે.

બેઇન સર્કિટ એટલે એનેસ્થેશિયા પહેલાં ઓક્સિજન માટે વપરાતી નળી
બેઇન સર્કિટ એ દર્દીને એનેસ્થેસિયા પહેલાં ઓક્સિજન આપવા માટે વપરાતી સર્કિટ છે. દર્દીને આઇસીયુમાંથી ઓપરેશન થિયેટરમાં ખસેડવા માટે વપરાય છે. ઓપરેશન થિયેટર કે આઇસીયુમાં સર્જરી પહેલાં દર્દીને એનેસ્થેસિયા આપતાં પહેલાં એનેસ્થેટિસ્ટ બેઇન સર્કિટની ટ્યૂબ દ્વારા (ઇન્ક્યુબેટ) ઓક્સિજન આપે છે, પરંતુ ડોક્ટરોએ આ સર્કિટનો ઉપયોગ કોવિડના દર્દીને ઓક્સિજન લેવલ ઘટાડવા માટે કર્યો છે.

દર્દીને બાયપેપ અને વેન્ટિલેટર પર રાખવાની જરૂર નહિવત્
સર્જરીમાં દર્દીને એનેસ્થેસિયા પહેલાં બેઈન સર્કિટથી અપાતા ઓક્સિજનનો ઉપયોગ 7થી 10 દિવસમાં 10 દર્દી પર કર્યો છે. તેના પરથી તારણ મળ્યું કે, દર્દી કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીને તાજો ઓક્સિજન લઇ શકે છે, જેથી દર્દીના ફેફસાની કાર્યક્ષમતા વધતા બાયપેપ અને વેન્ટિલેટર પર રાખવાની જરૂર નહિવત થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો