તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વકીલોને હાલાકી:14 મહિના કોર્ટો બંધ રહેતા 476 વકીલે અન્ય નોકરી-ધંધા શરૂ કરવા માટે સનદ જમા કરાવી

અમદાવાદ4 દિવસ પહેલાલેખક: વિજય ઝાલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કોરોનાથી કોર્ટોમાં પ્રત્યક્ષ કાર્યવાહી ન થઈ શકતા 98,441 વકીલોની આવકને અસર
  • અંદાજે 30 હજાર જુનિયર વકીલો માટે જીવનનિર્વાહનો પ્રશ્ન ગંભીર બની ગયો

કોરોના મહામારીના કારણે ઘણા બધા ધંધા-રોજગારને મોટો ફટકો પડ્યો છે. વકીલાતનો વ્યવસાય પણ છેલ્લા 14 મહિનાથી ઠપ થઈ ગયો છે. ફિઝિકલી કોર્ટ બંધ હોવાથી રાજ્યના 98441 ધારાશાસ્ત્રીની આવક પર ફટકો પડ્યો છે, જેને કારણે તેમની આર્થિક સ્થિતિ કફોડી બની છે. વર્ષ 2020-21માં 476 વકીલોએ અન્ય જગ્યાએ નોકરી ધંધા શરૂ કરી દીધા હોવાથી બાર કાઉન્સિલમાં પોતાની સનદ જમા કરાવી દીધી છે.

બાર કાઉન્સિલના સિનિયર સભ્ય અનિલ કેલ્લાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે છેલ્લા 14 મહિનાથી કોર્ટો બંધ હતી. નીચલી અદાલતોમાં પ્રેક્ટિસ કરતા 90થી 95 ટકા વકીલોની આર્થિક આવક પર મરણતોલ ફટકો પડ્યો છે, જેના કારણે ઘણા બધા વકીલોએ કાયદાના વ્યવસાય સાથે સંકળાયેલા અન્ય વ્યવસાય તરફ જવાની ફરજ પડી છે.

નીચલી અદાલતોમાં પ્રેક્ટિસ કરતા 90થી 95 ટકા વકીલો ભીંસમાં મુકાયા
ટ્રાયલ કોર્ટના વકીલો આર્થિક રીતે નાજુક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હોવાનું સિનિયર ધારાશાસ્ત્રી પ્રકાશ પટેલે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, તાલુકા અને જિલ્લા કક્ષાએ કોર્ટ બિલ્ડિંગ અદ્યતન બનાવેલી છે. એમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત તમામ ગાઇડલાઇનનું પાલન કરાવી પહેલેથી કોર્ટ ચાલુ રાખવાની જરૂર હતી. લાંબો સમય કોર્ટ બંધ રહેતા વકીલો માટે આ સમય આર્થિક રીતે નાજુક સાબિત થયો છે. સિનિયર ધારાશાસ્ત્રી ચેતન શાહે જણાવ્યું કે, કોરોનાના કારણે કોર્ટ બંધ હોવાથી વકીલોની આર્થિક હાલત અત્યંત કથળી ગઈ છે. વકીલોનો સામાજિક મોભો હોય છે, જેના કારણે તેઓ કોઇની જોડે હાથ લાંબો કરી શકતા નથી તેમ જ અન્ય ધંધામાં જોડાઈ શકતા નથી.

બારે આર્થિક સહાય કરી
બાર કાઉન્સિલે છેલ્લા 5 મહિનામાં કોરોનામાં સંક્રિમત થયેલા 2265 વકીલોને 3 કરોડ માદગી સહાય પેટે ચૂકવ્યા હતા. ઉપરાંત વર્ષ 2021માં મૃત્યુ પામેલા 208 વકીલના વારસદારોને 5 કરોડ ચૂકવ્યા હતા. જ્યારે 2020માં 328 મૃતક વકીલોના વારસદારોને 9 કરોડ ચૂકવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...