તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાણીલીમડાના ઈન્દ્રવદન દવેએ આર્ટમાં મંદીને લઈને કર્મકાંડ કરવા પર વધારે ધ્યાન આપવા માંડયું. તો મણીનગરના ઉદયે પેઇન્ટિંગ ન વેચાતાં હવે ચ્હાની લારી શરૂ કરી છે.આ છે શહેરના પૂર્વ વિસ્તરમાં કોરોનાથી મંદીને લઈને આવેલો બદલાવ. અનેક આર્ટિસ્ટ ફૂલ ટાઈમ પેઇન્ટિંગ કરતાં જેમણે બીજુ કામ શરૂ કર્યું છે.
પેઇન્ટિંગ છોડ્યું, કર્મકાંડ શરૂ કર્યું, હવે પૂજા જ મારું કામ છે
હું પેઇન્ટિંગ કરતો પણ કોરોનાએ મંદી લાવી દીધી. હવે હું જૂનું કામ કર્મકાંડ કરું છું. મહિને પાંચેક જેટલી પૂજાઓ મળે છે અને ગુજરાન ચાલે છે. હમણાં આર્ટ જગતમાં તેજી આવે તેમ લાગતું નથી. હવે પૂજા જ કામ છે. -ઈન્દ્રવદન દવે,દાણીલીમડા
પેઇન્ટિંગ છોડીને હવે ચાની લારી થકી ગુજરાન ચલાવું છું
કોરોના પહેલાં અમે જે ચિત્રો કરતાં તે થોડાક અંશે વેચાતા. નવા ઓર્ડર પણ મળતાં. પણ હવે આઠેક મહિનાથી બધુ બંધ છે. ત્યારે ચ્હાની લારી ચલાવું છું. હવે ચિત્રો નહીં, ચાની લારીમાંથી રોજના 500 કમાઇ ગુજરાન ચલાવું છું. -ઉદય દેખોડે,મણિનગર
પેઇન્ટિંગ છોડી ઈન્ટિરિયરના પ્રોજેક્ટ લેવાનું શરૂ કર્યું છે
આર્ટમાં ટોટલી મંદી છે. કોરોના પહેલા સારા પેઇન્ટિંગ વેચાતા હતાં.પણ હવે 50 ટકા કામ ઓછું થઈ ગયું છે.આને લઈને મેં હવે ઈન્ટીરીયર ડિઝાઇનના વધારે પ્રોજેકટ લેવાનું શરૂ કર્યું છે.આર્ટ માર્કેટ હમણાં બેઠું થાય એવું લાગતું નથી. -જયેશ ક્યાડા, વસ્ત્રાલ
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.