ચૂંટણી માટે તૈયારી:વિધાનસભા ચૂંટણી માટે ભાજપની તૈયારી, કોંગ્રેસ હજુ નેતા શોધે છે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપે લોકોના કામ ઝડપી કરવા ચેરમેન-ડે. ચેરમેનોને સૂચના આપી
  • મ્યુનિ. ચૂંટણીને 6 મહિના થવા છતાં કોંગ્રેસે વિપક્ષી નેતા પસંદ કર્યા નથી

અમદાવાદ મ્યુનિ. ભાજપ દ્વારા આગામી 2022ની વિધાનસભાની ચૂંટણી માટે તૈયાર રહેવા અને લોક સંપર્ક તથા કામગીરી શરૂ કરી દેવા માટે મંગળવારીમાં સૂચના આપવામાં આવી છે. તમામ ચેરમેન, ડે. ચેરમેન તથા પદાધિકારીઓને તે માટે લોકોની વચ્ચે જવા અને ઝડપથી કામો પૂરા કરવા માટે સૂચના આપી છે. મ્યુનિ. ચૂંટણીને 6 મહિના પૂરા થવા છતાં પણ હજુ કોંગ્રેસ વિપક્ષનો નેતા જાહેર કરી શક્યું નથી.

મ્યુનિ.ના પદાધિકારીઓ, તથા તમામ ચેરમેન, ડે. ચેરમેનની યોજાયેલી બેઠકમાં આગામી રણનીતિ નક્કી કરાઈ હતી. હવે ભાજપના કોર્પોરેટરોને લોકોની વચ્ચે રહેવા માટે સૂચના અપાઈ છે. લોકોના જે કામો છે તે સત્વરે પૂરા કરવા માટે જરૂરી તમામ સહયોગ માટે પણ જણાવાયું છે. આ બેઠકમાં અલગ અલગ કમિટીઓના તમામ ચેરમેન અને ડે. ચેરમેનને તત્કાલ કામો માટે બેઠકો બોલાવી તેનું ફોલોઅપ લેવા સૂચના અપાઈ છે. 2022ની વિધાનસભાની ચૂંટણી માટે અત્યારથી મ્યુનિ. ભાજપ તંત્ર સજ્જ બની રહ્યું છે.

બીજી બાજુ છ મહિના થવા છતાં પણ કોંગ્રેસ પક્ષ તેમનો વિરોધપક્ષના એક નેતા પણ પસંદ કરી શક્યું નથી. ત્યારે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં શહેરના પ્રશ્નો મામલે મ્યુનિ. સમક્ષ કોંગ્રેસ દ્વારા કેવી રજૂઆત થઇ શકે તે બાબત આ ઉદાહરણથી જ સ્પષ્ટ થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...