હવામાન વિભાગની આગાહી:13થી 15 જૂન વચ્ચે શહેરમાં વરસાદના આગમનની વકી, વાદળો વચ્ચે 41.5 ડિગ્રી ગરમીથી બફારો

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પવનની દિશા બદલાતાં સાનુકૂળ વાતાવરણ

છેલ્લાં બેથી ત્રણ દિવસથી અમદાવાદ સહિત રાજ્યમાં વાદળિયું વાતાવરણ અને પવનની ગતિ વધવા છતાં વરસાદ પડતો નથી. આગામી પાંચ દિવસ દરમિયાન ચોમાસાની ગતિવિધિ ઝડપી બનશે, તેમજ 13થી 15 જૂન વચ્ચે અમદાવાદ ઉપરાંત સૌરાષ્ટ્ર, દક્ષિણ-મધ્ય ગુજરાત તેમજ 25 જૂન સુધી રાજ્યમાં ચોમાસાના આગમનની વકી છે.

શુક્રવારે પણ અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.0 ડિગ્રી વધીને 41.5 ડિગ્રી નોંધાયું હતું. આગામી ચારથી પાંચ દિવસમાં અમદાવાદમાં ચોમાસાનું આગમન થવાની શક્યતા છે. દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમના પવનોને કારણે રાજ્યમાં વાદળિયા વાતાવરણ વચ્ચે પવનોની ઝડપ વધી છે, તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ઝાપટાથી હળવો વરસાદ પડ્યો છે.

વાદળ અને ભેજનું પ્રમાણ પણ વધશે
બેથી ત્રણ દિવસમાં રાજ્યમાં પવનની દિશા બદલાઇને દક્ષિણ-પશ્ચિમી પવનો શરૂ થશે. જેની અસરથી વાદળોનું પ્રમાણ વધવાની સાથે વાતાવરણના ઉપરના લેવલમાં ભેજનું પ્રમાણ વધવાથી 13 જૂનથી રાજ્યમાં ચોમાસુ પ્રવેશવાની શક્યતા છે. > અંકિત પટેલ, હવામાન વિશેષજ્ઞ

અન્ય સમાચારો પણ છે...