તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓનલાઇન શિક્ષણ:કોરોના મહામારીમાં સ્કૂલો બંધ રહેતા રાજ્યમાં 94 ટકા વિદ્યાર્થીઓએ ઘેરબેઠાં ઓનલાઇન શિક્ષણ મેળવ્યું, 5.72 ટકા વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત

અમદાવાદ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
ઓનલાઇન શિક્ષણ 94.28 ટકા વિદ્યાર્થીઓએ મેળવ્યુ છે - Divya Bhaskar
ઓનલાઇન શિક્ષણ 94.28 ટકા વિદ્યાર્થીઓએ મેળવ્યુ છે
 • અમદાવાદ જિલ્લા, સુરત શહેર અને ગાંધીનગર શહેર, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં 100 ટકા વિદ્યાર્થીઓ ઓનલાઇન ભણ્યા

કોરોના મહામારીમાં લોકડાઉન બાદ રાજ્ય સરકારે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સ્કૂલો-કોલેજો શરૂ કરી ન હતી. રાજ્ય સરકારે વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તેના માટે ઓનલાઇન શિક્ષણ શરૂ કરવા આદેશ આપ્યા હતા. સરકારી અને ખાનગી શાળામાં ધો.1થી 12 ઓનલાઇન કલાસ શરૂ કર્યા હતા. જૂન 2020થી 3 જાન્યુઆરી 2021 સુધીમાં રાજ્યમાં 94.28 ટકા વિદ્યાર્થીઓએ ઓનલાઇન શિક્ષણ મેળવ્યુ હોવાનું બહાર આવ્યું છે. સરકાર દ્વારા હાઇકોર્ટમાં રજૂ કરાયેલી માહિતી મુજબ RTE હેઠળ પ્રવેશ આપતી કુલ શાળા 9385 છે. ઓનલાઇન શિક્ષણ 94.28 ટકા વિદ્યાર્થીઓએ મેળવ્યુ છે જ્યારે 5.72 ટકા વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શક્યા નથી.

સ્માર્ટફોનનો ઉપયોગ કરી 56.84 લાખ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે
સ્માર્ટફોનનો ઉપયોગ કરી 56.84 લાખ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે

જામનગરમાં 79 ટકા વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કર્યો
અમદાવાદ જિલ્લા, સુરત શહેર અને ગાંધીનગર શહેર, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં 100 ટકા વિદ્યાર્થીઓએ ઓનલાઇન શિક્ષણ મેળવ્યું છે. અમદાવાદ શહેરમાં 94.02 ટકા, રાજકોટમાં 83.25 ટકા, ભાવનગરમાં 99.68 ટકા, વડોદરામાં 95.21 ટકા અને જામનગરમાં 79 ટકા વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કર્યો છે. સ્માર્ટફોનનો ઉપયોગ કરી 56.84 લાખ વિદ્યાર્થીઓ, ટેલિવિઝન મારફતે 46.35 લાખ વિદ્યાર્થીઓ, અનલિમિટેડ ઈન્ટરનેટ ઉપયોગ કરી 28.04 લાખ વિદ્યાર્થીઓ, DTH ફ્રી ડિશ મારફતે 1.79 લાખ વિદ્યાર્થીઓ, સાદા મોબાઈલથી 23.56 લાખ વિદ્યાર્થીઓ ઘરે બેઠા શિક્ષણ મેળવે છે.

વિદ્યાર્થીઓ ઘરે બેઠા શિક્ષણ મેળવી શકે તેના માટે અનેક માધ્યમો દ્વારા શિક્ષણ આપવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં દુરદર્શન પર ડી.ડી ગિરનાર ચેનલ પર, દીક્ષા પોર્ટ, યુ ટ્યુબ ચેનલ, સર્વ શિક્ષા અભિયાન વેબસાઈટ, વર્ચ્યુઅલ વર્ગો, એર સ્ટડી વગેરે ઉપરાંત લાઈવ લિંક્સ, પીડીએફ મારફતે પણ અભ્યાસ કર્યો છે. જેઓ પાસે ઓનલાઇન કે ડિજિટલ વસ્તુઓ ન હતી તેઓને પાઠ્યપુસ્તકો આપીને, ઘરે શીખીએ સામગ્રી, PTA ઉત્તર પુસ્તિકા અને વિદ્યાર્થીઓનો શિક્ષક સંપર્ક દ્વારા શિક્ષણ આપવામા આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો