તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધમકી:અમદાવાદના ચાંદખેડામાં રહેતા નિવૃત્ત જમીન દલાલ સાથે બિલ્ડરે ઝપાઝપી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચાંદખેડા પોલીસ સ્ટેશનની ફાઈલ � - Divya Bhaskar
ચાંદખેડા પોલીસ સ્ટેશનની ફાઈલ �
  • પ્રવીણભાઈને ફોન કરીને સોસાયટીના ગેટ પર બોલાવી કોકા પટેલે સોનાનો દોરો તોડી મારી નાખવાની ધમકી આપી.

શહેરના ચાંદખેડા વિસ્તારમાં હાલ નિવૃત્ત જીવન પસાર કરતા તથા ત્રણેક વર્ષ પહેલા જમીન લે-વેચનું કામ કરતા એક વ્યક્તિએ મોટેરામાં રહેતા બિલ્ડર તથા તેના બે સાથીદારો સામે માર મારવાની તથા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવી છે. ચાંદખેડા પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને હાલમાં કેસની તપાસ શરૂ કરી છે.

ઘટનાની વિગતો મુજબ, પ્રવિણભાઈ ચૌહાણ જેઓ 60 વર્ષની ઉંમરના છે અને ચાંદખેડામાં આવેલા સરીતા બંગ્લોઝ વિભાગ 2માં રહે છે. તેઓ પહેલા જમીન લે-વેચનું કામ કરતા હતા. આજથી ત્રણેક વર્ષ પહેલા તેઓ મોટેરામાં રહેતા કેતન ઉર્ફે કોકાભાઊ પટેલ, શરદ પટેલ તથા મનીષ મહેન્દ્રભાઈ પટેલ નામના બિલ્ડરને અગાઉથી જાણતા હતા. 29 માર્ચના રોજ પ્રવિણભાઈ પોતાના ઘરે હતા, આ દરમિયાન કોકાભાઈએ તેમને જમીન બાબતે ફોન કરીને 'મારામાં વચ્ચે ના આવીશ' તેમ કહીને અપશબ્દો કહ્યા તથા મારી નાખવાની ધમકી આપી હતી. જોકે પ્રવિણભાઈએ, શું થયું? એમ પૂછતા કોકા પટેલે તેમને 'હું તારા ઘરે આવું છું.' તેમ કહીને ફોન મૂકી દીધો.

બાદમાં કોકાભાઈ પોતાના બે સાથીદાર શરદ પટેલ તથા મનીષ પટેલ સાથે કાર લઈને સરીતા બંગ્લોઝ પહોંચ્યા અને ફોન કરીને પ્રવિણભાઈને સોસાયટીના ગેટ પર બોલાવ્યા હતા. અહીં તેમની સાથે કોકાભાઈએ ઝપાઝપી કરીને સોનાનો દોરો તોડી નાખ્યો હતો તથા સમગ્ર પરિવારને પતાવી દેવાની ધમકી આપી હતી. જોકે પ્રવિણભાઈ ત્યાંથી છટકીને ભાગી જતા ત્રણેય ત્યાંથી જતા રહ્યા હતા. ઘટનાથી ડરેલા પ્રવિણભાઈએ તે સમયે કોઈ કાર્યવાહી ન કરી. બાદમાં તેઓ સ્વસ્થ થતા જમાઈ તથા દીકરા સાથે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો