તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:પ્રિ-વેડિંગ ફોટોગ્રાફી અને ડેસ્ટિનેશન વેડિંગની સંખ્યા ઘટી, લોકલ સ્થળો પહેલો વિકલ્પ બન્યાં

અમદાવાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ડેસ્ટિનેશન વેડિંગ પ્લાનર્સ અને પ્રિ-વેડિંગના ફોટોગ્રાફર્સ સર્વાઇવનથી થઇ રહ્યા
 • અન્ય રાજ્યોમાં પ્રિ-વેડિંગ ફોટોગ્રાફી કે વેડિંગ માટે જવા ટેસ્ટ ફરજિયાત હોઇ લોકો જવાનું ટાળી રહ્યાં છે

એપ્રિલ, મે અને જૂન મહિનામાં હજારોની સંખ્યામાં લગ્નોનું આયોજન કરવામાં આવતું હોય છે. પણ ગત વર્ષ અને આ વર્ષે કોરોનાને કારણે લગ્નો પાછા ઠેલવામાં આવ્યા છે. હવે લોકો નજીકનાં પરિવારજનોની હાજરીમાં લગ્નો પતાવી રહ્યા છે. જેને કારણે વેડિંગ ઈન્ડસ્ટ્રી ઠપ્પ થઈ ગઈ છે. સરકાર દ્વારા લગાવવામાં આવેલા કર્ફ્યૂને કારણે લોકોએ તેમનાં દરેક ફંકશન સવારનાં કરી દેવા પડ્યા છે. જેમાં ગણતરીનાં લોકો હાજરી આપી શકે છે. આ વિશે વાત કરતાં ઈવેન્ટ પ્લાનર્સ, ફોટોગ્રાફર્સ લગ્ન લઈ થઈ રહેલા ફેરફારને લઈને તેમને શું મુશ્કેલીઓ પડી રહી છે અને તેઓ કેવી રીતે પોતાનો બિઝનેસ ચલાવી રહ્યાં છે તે જણાવ્યું હતું.

રાત્રી કર્ફ્યૂને કારણે પ્રિ-વેડિંગ શૂટમાં વહેલું પેકઅપ કરી ઘરે પહોંચવું પડે છે
પહેલા પ્રી વેડિંગ માટે ગુજરાતની બહાર ફોટોગ્રાફીના સ્થળ નક્કી થતા હતાં. હવે ગુજરાત બહાર જવા ટેસ્ટ કરવાનો હોવાથી આસપાસનાં ડેસ્ટિનેશનનો ક્રેઝ વધ્યો છે. રાત્રિ કર્ફ્યૂને કારણે ફોટોગ્રાફીમાં પૂરતો સમય મળતો નથી, વહેલું પેકઅપ કરી દેવું પડે છે. - અમિત વ્યાસ, ફોટોગ્રાફર

ડેસ્ટિનેશન વેડિંગ કેન્સલ થયા, હોટેલ રિફંડની જગ્યાએ નવી તારીખ આપે છે
ઘણા કેન્સલેશન થયાં છે તો કેટલીક તારીખ આગળ ખેંચાઇ છે. ડેસ્ટિનેશન વેડિંગ ઇન્ડસ્ટ્રીને નુકસાન થયું છે. જેણે ડેસ્ટિનેશન પર હોટલ બુક કરાવી હતી તેને હોટલ દ્વારા રિફંડની જગ્યાએ એક વર્ષ પછીની તારીખનો ઓપ્શન અપાય છે. ગુજરાતીઓએ ફરજિયાત ટેસ્ટ કરાવો પડે છે. - ડૉ.જયદીપ મહેતા, પ્રેસિડન્ટ, ઈએમએફ

પ્રિ-વેડિંગ ફોટોગ્રાફીનો ક્રેઝ ઘટી ગયો, ફોટોગ્રાફર્સે અન્ય કંપનીઓ શરૂ કરી
પહેલા જેવો પ્રિ વેડિંગ ફોટો શૂટનો ક્રેઝ નથી. કોરોનાના કેસ વધે છે, સરકાર ગાઈડલાઈન બદલે છે તેના ડરના કારણે લોકો લગ્નની તારીખ નક્કી કરતા પણ ડરે છે. પાંચ વર્ષમાં ફોટોગ્રાફી બિઝનેસમાં પ્રોફેશનલ લોકો સિવાય ઘણાંએ કંપની શરૂ કરી છે. જેને આ સમયમાં સાૈથી વધુ નુકસાન થયું છે. - જીત પટેલ, ફોટોગ્રાફર

30થી 50 લોકો જ લગ્ન પ્રસંગમાં આવે છે, ડેકોરેશન ઇન્ડસ્ટ્રી બેસી ગઇ છે
રાત્રિ કર્ફ્યૂના કારણે સંગીત સંધ્યા કે પછી રિસેપ્શન રદ્દ કરી દેવાયા છે કે પોસ્ટપોન થયાં છે. આને કારણે તાજેતરમાં એક લગ્ન કે જે મોટા પાયે થવાના હતા તે બેકયાર્ડમાં નજીકના પરિવારજનો બોલાવી પુરા કરી દેવાય છે. જેમાં વધુ ડેકોરેશન હોતું નથી. માટે ડેકોરેશન ઇન્ડસ્ટ્રી મુશ્કેલીમાં આવી છે. - શ્યામલ દિવેટીયા , ડેકોરેટર

ડેલહાઉસી અને ઋષિકેશ વેડિંગ માટે હોટફેવરિટ જગ્યા
અનલોક બાદ રાજસ્થાન ગત નવેમ્બર અને ડિસેમ્બરમાં વેડિંગ સિઝન અને ટૂરિસ્ટથી પેક જઈ રહ્યું હતું. કારણ કે ત્યાં મહેમાનોને બોલાવવા માટે કોઈ નિયમિત ગેસ્ટ લિમિટ ન હતી. સાથે ટેસ્ટ પણ જરૂરી ન હતો અને પેકેજ પણ બજેટમાં મળી જતા હતા. પણ, એકાએક કેસમાં વધારો થવાને કારણે ગુજરાતની બોર્ડર પાર કરતા ટેસ્ટ માંગે છે. જેને કારણે લોકોએ ત્યાં મેરેજ પોસપોન્ડ કર્યા છે. હવે લોકો ડેલહાઉસી, ઋષિકેશ, કલકત્તા, કોચિન, ગોવા જઈ રહ્યા છે. આ જગ્યાઓ પર સ્પેશિયલ વેડિંગ હોટલ તૈયાર કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો