તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાલીમંડળની માગ:હવે અભ્યાસ માટેના માત્ર બે મહિના બાકી રહ્યા હોવાથી પ્રાથમિક સ્કૂલોમાં માસ પ્રમોશનની માગ કરાઈ

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • બીજા સત્રમાં પણ અત્યારસુધીમાં 45 દિવસનું શૈક્ષણિક કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે

રાજ્યમાં ચાલુ વર્ષે શૈક્ષણિક વર્ષમાં અભ્યાસના 230 દિવસ પૈકી 170 દિવસ શાળાઓ ખૂલ્યા વિના જ પસાર થઈ ગયા છે. હવે માંડ 60 જેટલા જ અભ્યાસના દિવસ જ બાકી રહ્યા છે. એમાં પણ શાળાઓ ક્યારે ખૂલશે એ નક્કી નથી, જેથી આ સંજોગોમાં પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરતાં બાળકોને માસ પ્રમોશન આપવામાં આવે એવી વાલીમંડળ દ્વારા માગ કરવામાં આવી છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પરીક્ષા લેવી જરૂરી હોવાથી એ અંગે વાલીમંડળે સરકાર તેમની રીતે આયોજન કરે એમ જણાવ્યું છે, પરંતુ પ્રાથમિક વિભાગમાં માસ પ્રમોશન આપવા રજૂઆત કરાઈ છે.

બીજા સત્રમાં પણ અત્યારસુધીમાં 45 દિવસનું શૈક્ષણિક કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે
રાજ્યમાં કોરોનાના સંક્રમણને લીધે માર્ચ 2020થી શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. જૂનથી શરૂ થતા શૈક્ષણિક સત્રથી પણ શાળાઓ શરૂ કરી શકાય એમ ના હોવાથી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું અને હજી પણ એ ચાલી રહ્યું છે. રાજ્યમાં ચાલુ વર્ષમાં કુલ 230 દિવસનું શૈક્ષણિક કાર્ય થવાનું હતું, જેમાં પ્રથમ સત્રમાં 113 દિવસનું શૈક્ષણિક કાર્ય અને બીજા સત્રમાં 117 દિવસનું શૈક્ષણિક કાર્ય થવાનું હતું, જેમાં પ્રથમ સત્રમાં એકપણ સ્કૂલ ચાલુ ના થઈ હોવાથી 113 દિવસનું શિક્ષણ ખોરવાયું હતું અને બીજા સત્રમાં પણ અત્યારસુધીમાં 45 દિવસનું શૈક્ષણિક કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે.

બે મહિના જેટલો સમય શિક્ષણ કાર્ય માટે મળશે
આમ શાળાઓ હજી સુધી ખૂલી નથી અને જાન્યુઆરી માસથી ગણવામાં આવે તો માંડ 60 દિવસનું જ શૈક્ષણિક કાર્ય બાકી રહ્યું છે, જેમાં જાન્યુઆરી માસમાં અભ્યાસના 24 દિવસ, ફેબૃઆરીમાં 24 દિવસ અને માર્ચ મહિનામાં અભ્યાસના 24 દિવસ બાકી રહ્યા છે, જોકે સરકાર દ્વારા સત્ર લંબાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, પરંતુ પ્રાથમિક શાળાઓ માટે સત્ર લંબાવાય એવી શક્યતાઓ નહિવત હોવાથી તેમના માટે તો માંડ બે મહિના જેટલો સમય શિક્ષણકાર્ય માટે બાકી રહ્યો છે.

વાલીમંડળના પ્રમુખ નરેશ શાહ.
વાલીમંડળના પ્રમુખ નરેશ શાહ.

હજી શાળાઓ ક્યારે ખૂલશે એ નક્કી નથી
ઓલ ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે રાજ્યમાં 230 દિવસના શૈક્ષણિક અભ્યાસના દિવસો પૈકી અત્યારસુધીમાં 170 જેટલા દિવસો પૂર્ણ થઈ ગયા છે અને હવે માંડ બે મહિના બાકી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા અત્યારથી જ પ્રાથમિક વિભાગમાં માસ પ્રમોશનની જાહેરાત કરવી જોઈએ, જેથી વિદ્યાર્થીઓને આગળના અભ્યાસની તૈયારી કરવાની તક મળી શકે. એ ઉપરાંત હજી સ્કૂલો ક્યારે ખૂલશે એ નક્કી નથી, જેથી વહેલી તકે માસ પ્રમોશનની માગણી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો