તાઉ-તેની અસર:વાવાઝોડું ગુજરાતના કાંઠે પહોંચે તે પહેલા અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સતત બીજા દિવસે ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમાં સતત બીજા દિવસે વરસ� - Divya Bhaskar
અમદાવાદમાં સતત બીજા દિવસે વરસ�

અમદાવાદ શહેરમાં તાઉ-તે વાવાઝોડાની અસરના પગલે સતત બીજા દિવસે પણ મોડી સાંજે ભારે પવન સાથે વરસાદ પડ્તો હતો. શહેરના સરખેજ, નવાપુરા, બાકરોલ અને સનાથલમાં વરસાદ શરૂ થતાની સાથે લાઈટ પણ જતી રહી છે. પૂર્વમાં પણ વસ્ત્રાલ, ઓઢવ સહિતના વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો હતો. શહેરમાં 17થી 19 મે સુધી વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવેલી છે.

અમદાવાદમાં 70 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
અમદાવાદમાં પણ 17 મેથી 19 મે દરમિયાન પ્રતિ કલાક 20થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સાથે એકથી બે ઇંચ વરસાદની શકયતા છે. બે દિવસમાં અમદાવાદમાં ગરમીનો પારો 4થી 10 ડિગ્રી ગગડી શકે છે. તાઉ-તે વાવાઝોડાના સંકટના પગલે AMCએ કેટલીક સૂચનાઓ અપાઈ છે, જેનું 17થી 19 મે સુધી નાગરિકોને ખાસ પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ આજે સાંજે 7.30 વાગ્યાથી 18 મે સવારે 5 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે.

ગઈકાલે વરસાદના કારણે અમદાવાદમાં ઝાડ પડવાની ઘટના બની હતી
ગઈકાલે વરસાદના કારણે અમદાવાદમાં ઝાડ પડવાની ઘટના બની હતી

ગઈકાલે પણ અમદાવાદમાં વરસાદ પડ્યો
વાવાઝોડું ગુજરાત પહોંચે તે પહેલા જ અમદાવાદમાં તેની અસર દેખાવાનું શરૂ થઈ ગયું છે. ગઈકાલે પણ શહેરના સાબરમતી, ચાંદખેડા, ન્યુ રાણીપ, મોટેરા સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેમાં 24 સ્થળે ઝાડ પડવાના બનાવો બન્યા હતા. તેમજ અમદાવાદ એસપી રિંગ રોડ, ગોતા, સોલા, જગતપુર, ચાંદલોડિયા, રામોલ વટવા સહિતના વિસ્તારમાં વીજળી ગુલ થઈ હતી.

અમદાવાદમાં તાઉ-તેની અસરના પગલે વરસાદી છાંટા
શહેરમાં રવિવારે બપોર બાદ ઘણા વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું હતા. વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ સાબરમતી, ન્યુ રાણીપ, ચાંદખેડા, મોટેરા, સરખેજ તથા પૂર્વમાં ખોખરા, હાટકેશ્વર, મણિનગર, વટવા, ઈશનપુર, ઘોડાસર, વસ્ત્રાલ, અમરાઈવાડી સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો. બીજી તરફ સરખેજની આસપાસના વિસ્તાર બાકરોલ, નવાપુરા, સનાથલ અને શાંતિપુરા વિસ્તારમાં પવન સાથે ધીમો ધીમો વરસાદ શરૂ થયો હતો. ભારે પવન સાથે વરસાદના કારણે જમાલપુર સહિત 15 જગ્યાએ ઝાડ પડવાના કોલ ફાયરબ્રિગેડને મળ્યા હતા. જેમાંથી બે ઝાડ ઘરો પર પડ્યા હતા, જોકે કોઈ જાનહાનિ થઈ નહોતી. બીજી તરફ કોરોનાના ટેસ્ટિંગ ડોમ તથા હોર્ડિંગ્સ પડવાના પણ બનાવો બન્યા હતા. શહેરમાં તાઉ-તે વાવાઝોડાની અસરના પગલે હજુ 20 મે સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ક્યાં ક્યાં વરસાદની આગાહી?
તાઉ-તે વાવાઝોડાની અસરના પગલે 16થી 20 મે સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી સાઉથ ગુજરાત, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવમાં વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ સુરેન્દ્રનગર, બોટાદ, જુનાગઢમાં પણ ભારે વરસાદની આગાહી છે. જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવા, ખેડા, આણંદ તથા દક્ષિણ પણ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. 18મી તારીખના રોજ હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરામાં પાટણ, મહેસાણા, અરાવલી, મહિગાસર, સાબરકાંઠા, બનાસકાંઠા, મોરબી તથા કચ્છમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. આ પાંચ દિવસ વરસાદ દરમિયાન વીજળીના ચમકારા પણ થશે અને સપાટી પર પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક આસપાસ રહેશે.