પરીક્ષાનું ટેન્શન:ગુજરાત યુનિવર્સિટીમાં PHD માટે પ્રવેશ પ્રક્રિયા અને NATની પરીક્ષા સાથે હોવાથી વિદ્યાર્થીઓએ એક પરીક્ષા છોડવી પડશે

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
NSUI દ્વારા PHDની એડમિશન પરીક્ષાના સમયમાં ફેરફાર કરવા માગ - Divya Bhaskar
NSUI દ્વારા PHDની એડમિશન પરીક્ષાના સમયમાં ફેરફાર કરવા માગ
  • યુથ કોંગ્રેસ PHD પ્રવેશ પરીક્ષા મોડા યોજવા માંગણી કરી
  • PHD પ્રવેશ માટેની પરીક્ષા 21 ઓક્ટોબરે યોજવાની છે
  • નેશનલ એલિજીબિલિટી ટેસ્ટ 17 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી યોજાશે

ગુજરાત યુનિવર્સિટીમાં PHD માટે એડમિશન પ્રકિયા જાહેર કરવામાં આવી છે જેમાં 21 ઓક્ટોબરે PHD પ્રવેશ માટેની પરીક્ષા 21 ઓક્ટોબરે યોજવાની છે પરંતુ નેશનલ એલિજીબિલિટી ટેસ્ટ પણ 17 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી યોજાશે, ત્યારે વિદ્યાર્થીઓએ બંને પરીક્ષા એક સાથે ના આપી શકે જેથી PHD માટેની પરીક્ષા મોડા યોજવા યુથ કોંગ્રેસ માંગણી કરી છે.

બંને પરીક્ષા એક જ દિવસે
યુથ કોંગ્રેસના ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, PHDના પ્રવેશ માટેની પરીક્ષા 21 ઓક્ટોબરે યોજાવવાની છે અને સાથે જ NATના વિવિધ વિષયોની પરીક્ષા પણ 21 ઓક્ટોબરથી સુધી યોજાવવાની છે, ત્યારે બંને પરીક્ષા આપવા ઈચ્છતા વિદ્યાર્થીઓને એક પરીક્ષા છોડવી પડશે. પરંતુ વિદ્યાર્થીઓને તેમ ના કરવું પડે માટે PHDની પરીક્ષાની તારીખ આગળ લઈ જવામાં આવે.

મુખ્ય આધાર ગુમાવનારને સંપૂર્ણ ફી માફીની માગ
NSUIએ માંગણી કરી છે કે, કોરોના કાળમાં જે વિદ્યાર્થીઓએ પોતાના ઘરમાંથી મુખ્ય આધાર ખોયો હોય તેવા ગુજરાત યુનિવર્સિટીના અભ્યાસ કરતા કે અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓની સંપૂર્ણ ફી માફ આપવી જેનાથી આગળ ભણવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળશે.