ભાસ્કર એનાલિસિસ:4 વર્ષમાં 82% ભાવ વધતાં 24 હજારમાંથી હવે માત્ર 5348 વાહન CNGથી ચાલે છે

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: ચિરાગ રાવલ
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 2018માં કિલો CNGનો ભાવ રૂ.47.80 હતો, અત્યારે રૂ.87.38 છે

સીએનજીના વધતા જતા ભાવને લીધે કાર અને ટેક્સી ચાલકો પેટ્રોલ અને ડીઝલ તરફ વળી રહ્યા છે. પાંચ વર્ષમાં સીએનજી રિટ્રોફિટિંગ સેન્ટરના સંચાલકોએ વ્યવસાય બદલી નાખ્યો છે. સીએનજીમાં 2018ની સરખામણીએ 82.80 ટકાના વધારાથી આ ઇંધણથી ચાલતી કાર-ટેક્સીમાં 350 ટકાનો ઘટાડો નોંધાયો છે. જાન્યુઆરી 2018માં સીએનજીનો ભાવ રૂ.47.80 હતો. ત્યારે 62 હજાર કાર-ટેક્સીમાંથી 24 હજાર સીએનજી હતી, હાલ સીએનજીનો ભાવ રૂ.87.38 થતાં માત્ર 5348 સીએનજી વાહન છે.

સીએનજી રિટ્રોફિટિંગ સેન્ટરના વેપારીઓએ કહ્યું કે, અમદાવાદમાં 150થી વધુ સેન્ટરો હતાં. 2018માં આસપાસના જિલ્લા સહિત રોજના 100થી 125 વાહનોમાં સીએનજી કિટનું ફિટિંગ થતું હતું. રોજનો 40થી 50 લાખનો બિઝનેસ હતો. છેલ્લા છ મહિનામાં તબક્કાવાર 90 ટકા કામગીરી ઘટી ગઈ હોવાની માહિતી તેમણે આપી છે.

કંપની ફિટેડ સીએનજી કિટના નિયમની પણ અસર
કેન્દ્ર સરકારના માર્ચ 2020ના નિયમ મુજબ યુરો-6ના વાહનોમાં કંપની ફિટીંગ સીએનજી કિટ હોય તો જ આરટીઓમાં વાહન રજિસ્ટ્રેશન થાય છે. વાહન માલિકને રૂપિયા દોઢ લાખ સુધીનો ખર્ચ વધે છે. આજ કિટ બજારમાં રૂ.40થી 60 હજાર સુધીની મળે છે. પરંતુ ફરજિયાત કંપની ફિટિંગના નિયમથી નવા વાહનો સીએનજી કિટ માટે રિટ્રોફિટીંગ માટે આવતા નથી.

પાંચ વર્ષમાં કાર-ટેક્સીની સંખ્યા-સીએનજીના ભાવ

વર્ષકાર/ટેક્સીસીએનજીભાવ
201865,61124,08347.8
201960,76627,38055
2020470756,83152.57
202158,6114,72353.67
202239,7335,34887.38

કંપનીના ડિલરો અને છૂટક વેપારીઓ પાસે 5 કરોડથી વધુ રકમની કિટ-મટિરિયલ પડ્યા છે.

રિટ્રોફિટિંગ સેન્ટરોએ સર્વિસ સ્ટેશન શરૂ કર્યાં
અમદાવાદમાં સીએનજી કિટનું માર્કેટ ઘટી ગયા બાદ બંધ થતાં તેની સાથે સંકળાયેલા વેપારીઓ, કર્મચારીઓ અને પરિવારના લોકો મળી દસ હજારથી વધુ લોકોની રોજીરોટીનો પ્રશ્ન ઊભો થયો હતો. જગ્યા ધરાવનાર ઘણા રિટ્રોફિટીંગ સેન્ટરના માલિકોએ કાર તેમજ ટુવ્હીલરનું સર્વિંસ સેન્ટર શરૂ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...