પ્રવેશ પ્રકિયા:કોમર્સ પ્રવાહની 50 ટકા બેઠકો ખાલી, આગામી 28મી ઓક્ટોબર સુધી હવે કોલેજ પ્રવેશ આપશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • યુનિ. કક્ષાએ બે રાઉન્ડના અંતે 20 હજાર બેઠકો ભરાઈ

ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ વર્ષ બીકોમ, બીબીએ, બીસીએ, એમએસસી(સીએ એન્ડ આઈટી) સહિતની કોમર્સ વિદ્યાશાખાની બે રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થઈ છે. જેમાં 50 ટકા બેઠકો ખાલી રહી છે. બે રાઉન્ડના અંતે હવે કોલેજ કક્ષાના ઈન્ટર સે મેરિટ ત્રીજા રાઉન્ડની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત 17મી ઓકટોબરથી 28મી ઓકટોબર દરમિયાન કોલેજ કક્ષાની ઈન્ટર સે મેરીટ રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જે વિદ્યાર્થીઓએ ઓનલાઈન પ્રવેશ ફોર્મ પૂર્ણ ભરેલ હશે. તે તમામ વિદ્યાર્થીઓ આ રાઉન્ડમાં ભાગ લઈ શકશે.

પ્રથમ રિશફલિંગ રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ કરાવેલ હોય કે ન હોય કોઈ પણ રાઉન્ડમાં પ્રવેશ મળેલ ના હોય તેવા બધા જ વિદ્યાર્થીઓ આ રાઉન્ડમાં ભાગ લઈ શકશે. રિશફલિંગ રાઉન્ડ બાદ જે તે કોલેજમાં કેટેગરીની ખાલી બેઠકોની યાદી વેબસાઈટ પર 18 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. પ્રથમ રાઉન્ડ રિશફલિંગ રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ કરાવેલ હોય અને આ રાઉન્ડમાં બીજી કોલેજમાં પ્રવેશ આપવામાં આવે તો અગાઉની કોલેજમાંથી પ્રવેશ રદ કરાવ્યા બાદ જ નવી કોલેજ કન્ફર્મ કરી શકાશે. જો કે કોલેજમાં જે કેટેગરીની બેઠકો ખાલી હશે તે કેટગરીના વિદ્યાર્થીને જ પ્રવેશ અપાશે. નિયમ અનુસાર એસસી, એસટી કેટગરીની બેઠકો ખાલી રહેવા તો એસટી, એસસીમાં અસરપરસ તબદીલ કરવાની રહેશે.

તમામ કેટેગરીની બેઠકો ખાલી રહે તો જનરલ મેરીટમાં તબદીલ કરાશે, પરંતુ કેટેગરીના વિદ્યાર્થી ના મળે તો જનરલ મેરિટ ધ્યાનમાં લઈને વિદ્યાર્થીને પ્રવેશ ફાળવી શકાશે. રાઉન્ડ-3માં પ્રવેશ માટેની ફી વિદ્યાર્થીએ ભરવાની રહેશે. જેમણે ફી ભરેલ હશે તેમને પ્રવેશ કાર્યવાહીના અંતે ફી પરત કરાશે.

પ્રથમ વર્ષ કોમર્સ કોલેજ કક્ષાના પ્રવેશ કાર્યક્રમની જાહેરાત

પ્રવૃત્તિતારીખ

ખાલી બેઠકોની જાહેરાત

17 ઓક્ટોબર

રજિસ્ટ્રેશન ફોર્મ સાથે ડોક્યુમેન્ટસ જમા કરાવવા

18 ઓક્ટોબર

કોલેજમાં નોટિસ બોર્ડની જાહેરાત

22 ઓકટોબર
કોલેજ કક્ષાએ ફી

22થી 25 ઓક્ટોબર

ફાઈનલ એડમિટ લિસ્ટ પ્રવેશ કમિટીને સોંપવા

22થી 27 ઓક્ટોબર

કોલેજ ખાતે ખાલી બેઠકોની વિગતોની જાહેરાત

28 ઓક્ટોબર

બે રાઉન્ડના અંતે 50 ટકા બેઠકો ખાલી રહી

આ વર્ષે માસ પ્રમોશન બાદ વર્ષ 2021 માટે પ્રથમ વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. કોમર્સ વિદ્યાશાખાના બે રાઉન્ડના અંતે કુલ 40 હજાર બેઠકોમાંથી આશરે 20 હજારથી વધુ બેઠકો ખાલી રહી છે. બાકી રહેલી બેઠકો માટે કોલેજ કક્ષાએ પ્રવેશ કાર્યવાહી હાથ ધરવા માટે સૂચના આપવામાં આવી છે. - ડો જશવંત ઠક્કર, કોમર્સ પ્રવેશ કમિટીના કો-ઓર્ડિનેટર

અન્ય સમાચારો પણ છે...