કોરોના કહેર:મૃત્યુદરના મામલે સમગ્ર દેશમાં ગુજરાત ટોચ પરઃ દેશના 2.4% દર સામે ગુજરાતમાં મૃત્યુદર 4.2%, મહારાષ્ટ્ર 3.6% સાથે બીજું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતમાં કોરોનાના દર 100 કેસમાંથી સરેરાશ 4 દર્દીના મોત થાય છે
  • દેશના ટોપ 10 રાજ્યોમાં વધુ એક્ટિવ કેસ અને કુલ કેસમાં ગુજરાત 8માં ક્રમે, બિહાર અને તેલંગાણાથી આગળ

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા દરરોજ સ્ફોટક રીતે વધી રહી છે. ગુજરાતમાં પણ દરરોજ કોરોનાના સરેરાશ 1 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. દેશમાં સૌથી વધુ કોરોનાના કેસો ધરાવતા રાજ્યમાં ગુજરાત સાતમાં સ્થાને પહોંચી ગયું છે અને અત્યારસુધી નોંધાયેલા કુલ મૃત્યુઆંકમાં પણ ગુજરાત ચોથા સ્થાને છે. પરંતુ મૃત્યુદરની વાત કરીએ તો ગુજરાતની સ્થિતિ ચિંતાજનક છે. દેશમાં કોરોનાના દર્દીનો સરેરાશ મૃત્યુદર 2.4 ટકા છે, જ્યારે ગુજરાતમાં મૃત્યુદર 4.2 ટકા છે. જ્યારે ગુજરાત બાદ મહારાષ્ટ્ર 3.6%ના મૃત્યુદર સાથે બીજા ક્રમે છે.

જુલાઈમાં દરરોજ સરેરાશ 18 દર્દીના મોત
24 જુલાઈની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં 53,631 કેસમાંથી 2,283ના મૃત્યુ થયા છે. આમ ગુજરાતમાં કોરોનાના 100 દર્દીમાંથી સરેરાશ 4 કરતા વધુ દર્દી મૃત્યુ પામે છે. માત્ર જુલાઈ મહિનાની વાત કરવામાં આવે તો 20,988 કેસ નોંધાયા છે, તેની સામે 435 દર્દીના મૃત્યુ થયા છે. એટલે કે જુલાઈના 24 દિવસમાં રાજ્યમાં દરરોજ સરેરાશ 18 કોરોના દર્દીના મૃત્યુ થયા છે.

મૃત્યુઆંકમાં મહારાષ્ટ્ર, મૃત્યુદરમાં ગુજરાત આગળ
રાજ્યમાં સૌથી વધુ કેસ અને મૃત્યુ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. 24 જુલાઈ સુધીમાં મહારાષ્ટ્રમાં 3,57,117 કેસ નોંધાયા છે અને 13,132 દર્દીના મૃત્યુ છે. આમ મૃત્યુઆંકની દ્રષ્ટિએ જોવામાં આવે તો દેશમાં મૃત્યુઆંકમાં મહારાષ્ટ્ર આગળ છે. ગુજરાતમાં 24 જુલાઈ સુધીમાં 53,631 કેસ નોંધાયા છે અને 2283 દર્દીના મોત થયા છે. રાજ્યમાં મૃત્યુઆંકની સરખામણીએ ગુજરાત ચોથા ક્રમે આવે છે, પરંતુ રાજ્યનો મૃત્યુદર અન્ય રાજ્યોની સરખામણીએ વધારે છે. ગુજરાતનો મૃત્યુદર 4.2 ટકા છે.

મૃત્યુદરની દ્રષ્ટિએ દેશમાં સૌથી ચિંતાજનક સ્થિતિ ગુજરાતની
મૃત્યુઆંકમાં ગુજરાત ભલે ચોથા ક્રમે હોય પરંતુ રાજ્યમાં અત્યારસુધીમાં નોંધાયેલા કોરોનાના કેસોની સામે થયેલા મોતની તુલના કરવામાં આવે તો અન્ય રાજ્યો કરતા ગુજરાતનો મૃત્યુદર ઉંચો છે. દેશના 10 રાજ્યો કે જેમાં 600થી વધુ મૃત્યુ નોંધાયા છે. તેમા મૃત્યુદરના મામલે ગુજરાત પ્રથમ અને મહારાષ્ટ્ર બીજા ક્રમે આવે છે. ગુજરાતનો મૃત્યુદર 4.2 ટકા છે, મહારાષ્ટ્રનો મૃત્યુદર 3.6 ટકા છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશનો 3 ટકા, દિલ્હીનો 2.9 ટકા અને પશ્ચિમ બંગાળનો મૃત્યુદર 2.3 ટકા છે.

દેશમાં 600થી વધુ મોત ધરાવતા 10 રાજ્યનો મૃત્યુદર

રાજ્યઅત્યારસુધી નોંધાયેલા કેસમોતમૃત્યુદર
ગુજરાત53,6312,2834.2
મહારાષ્ટ્ર3,57,11713,1323.6
મધ્યપ્રદેશ26,2107913
દિલ્હી1,28,3893,7772.9
પશ્ચિમ બંગાળ53,9731,2902.3
ઉત્તરપ્રદેશ60,7711,3482.2
કર્ણાટક85,8701,7262
રાજસ્થાન34,7356081.7
તમિળનાડુ1,99,7493,3201.6
આંધ્રપ્રદેશ80,8589331.1

ગુજરાત કોરોનાના એક્ટિવ કેસ અને કુલ કેસમાં દેશમાં 8મા સ્થાને
ગુજરાતમાં કોરોના બેકાબુ બની રહ્યો છે. દેશના સૌથી વધુ કેસ ધરાવતા રાજ્યો સાથે ગુજરાતની સરખામણી કરવામાં આવે તો એક્ટિવ કેસમાં 8માં સ્થાને અને કુલ કોરોના કેસમાં પણ ગુજરાત 8માં સ્થાને પહોંચી ગયું છે. તેમાં પણ બિહાર અને તેલંગાણા કરતાં પણ ગુજરાત કોરોનામાં આગળ વધી રહ્યું છે. ગુજરાત સરકારની 24 જુલાઈની યાદી અનુસાર રાજ્યમાં ગઈકાલ સુધીમાં કોરોના કેસનો આંકડો 53631 સુધી પહોંચી ગયો છે. જ્યારે એક્ટિવ કેસ 12518 અને કુલ મોતનો આંક 2283 સુધી પહોંચી ગયો છે. ગુજરાતમાં કુલ એક્ટિવ કેસ 12518 સાથે 8માં નંબર પર છે, આજ રીતે દેશના બીજા રાજ્યોના કોરોનાના કેસની સરખામણીમાં ગુજરાત 53,631 કેસ સાથે 8માં સ્થાને છે, તેલંગાણામાં કુલ કેસ 52466 અને એક્ટિવ કેસ 11677 છે અને બિહારમાં કુલ 33926 કેસ અને 11363 એક્ટિવ કેસ નોંધાયા છે. આમ દેશમાં સૌથી વધુ કોરોના અસરગ્રસ્ત 10 રાજ્યોમાં ગુજરાત 8માં સ્થાને છે

કોરોના પોઝિટિવ કેસની એક્ટિવ અને કુલ કેસની રાજ્યવાર સ્થિતિ​​​​​

રાજયએક્ટિવ કેસકુલ કેસ
મહારાષ્ટ્ર144018357117
તમિળનાડુ53132199749
કર્ણાટક5279985870
આંધ્રપ્રદેશ3999080858
ઉત્તરપ્રદેશ2171160771
પશ્ચિમ બંગાળ1915453973
દિલ્હી13681128389
ગુજરાત1241853545
તેલંગાણા1167752466
બિહાર1136333926
અન્ય સમાચારો પણ છે...