લૉ પ્રેશર સક્રિય:રાજ્યમાં બે દિવસ 3થી 4 ઈંચ વરસાદની શક્યતા, ઓડિશામાં સક્રિય થયેલી સિસ્ટમ ગુજરાત સુધી પહોંચશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 15 જુલાઈ પછી છૂટાછવાયાં ઝાપટાં કે હળવા વરસાદની આગાહી

ઓડિશામાં આગામી પાંચ દિવસમાં એક પછી એક બે નવા લૉ-પ્રેશર સક્રિય થતાં અમદાવાદ સહિત ગુુજરાતમાં આગામી બે દિવસ ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. હાલમાં બેમાંથી એક લૉ-પ્રેશર સક્રિય થયું છે, અને આગામી 24 કલાકમાં ગુજરાત સુધી પહોંચવાની શક્યતા છે. જેને કારણે બે દિવસ અમદાવાદમાં 3થી 4 ઈંચ વરસાદ પડવાની શક્યતા છે. 15 જુલાઇ બાદ અમદાવાદમાં વરસાદનું જોર ઘટવાની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે.

અમદાવાદ-ભોપાલ હવામાન વિભાગના પૂર્વ ડાયરેક્ટર ડો. ડી.બી. દુબેના જણાવ્યા મુજબ લૉ પ્રેશર 14 જુલાઈ સુધી ગુજરાત સુધી પહોચશે, તેમજ અમદાવાદ સહિત મધ્ય ગુજરાત નજીકથી પસાર થશે, જેથી 14 જુલાઇએ અમદાવાદમાં ફરી ભારે વરસાદ પડી શકે છે. ત્યારબાદ વરસાદનું જોર ઓછું થશે. ફરીથી 16-17 જુલાઇએ ઓરિસ્સાની આસપાસ બીજું એક નવું લૉ-પ્રેશર સક્રિય થશે, અને આગળ વધીને અરબી સમુદ્ર અને પાકિસ્તાન તરફ વળી જશે, જે મધ્ય-ઉત્તર ગુજરાતને ઓછી અસર કરશે પણ કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...