કેવી રીતે બનીશ ડોક્ટર?:MBBS પુરું થવાને 3 મહિના બાકી હતા અને યુદ્ધના કારણે યુક્રેન છોડવું પડ્યું, વિદ્યાર્થીઓ-વાલીઓ મૂંઝણવમાં અભ્યાક્રમને લઈને મૂંઝવણમાં

અમદાવાદ5 મહિનો પહેલા
વાલીની બાલકૃષ્ણ શર્માની તસવીર
  • અમદાવાદના 259 પૈકી 54 વિદ્યાર્થીઓ અત્યાર સુધી પોતાના ઘરે પહોંચી ચૂક્યા છે
  • લાખો રૂપિયાનો ખર્ચ કરીને વિદેશમાં ભણવા ગયેલા વિદ્યાર્થીઓ કોર્સને લઈને ચિંતામાં

યુક્રેનમાં હાલની પરિસ્થિતિ વચ્ચે મેડિકલના અંતિમ વર્ષ અથવા તો ગણતરીના દિવસો જ અભ્યાસ માટે બાકી છે, તેવા વિદ્યાર્થીઓ માટે મોટી મૂંઝવણ ઉભી થઇ છે. આ મૂંઝવણ છે તેઓ કેવી રીતે ડોક્ટર બનશે તે અંગેની છે. અમદાવાદ સહિત રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓ મેડિકલ અને એન્જીનિયરના અભ્યાસ માટે યુક્રેન ગયા છે. ત્યારે આ વિદ્યાર્થીઓ પૈકી એવા કેટલાક વિદ્યાર્થીઓ છે કે જેમનો અભ્યાસ પૂર્ણ થવાના આરે છે, તેમના માટે મોટો સવાલ ઉભો થયો છે કેવી રીતે પૂર્ણ થશે અભ્યાસ અને ડોકટર બનાશે?

MBBS પુરું થવાને 3 મહિના જ બાકી હતા
અમદાવાદના રાણિપ વિસ્તારમાં રહેતા બાલકૃષ્ણ શર્મા જેમને પોતાના પુત્રને ડોક્ટર બનાવવાના સપના સાથે યુક્રેનમાં MBBSના અભ્યાસ માટે મોકલ્યો હતો. પુત્રના નામ આગળ ડોક્ટર લખાવવા માટે હવે માત્ર 3 મહિના જ બાકી હતા, તેવામાં યુક્રેનમાં યુદ્ધની સ્થિતી ઉભી થઇ. યુક્રેનમાં ઉભી થયેલ સ્થિતિની શરૂઆતમાં આશા હતી કે 3 મહિનાનો અભ્યાસ પૂર્ણ થઈ જશે, જોકે હવે તેની શકયતાઓ નહિવત જણાઈ રહી છે. જેથી તેમનો પુત્ર શિવમ પણ રોમાનિયા બોર્ડર મારફતે પરત ફરી રહ્યો છે. પરિવારમાં એ વાતની ખુશી છે, કે હેમખેમ દીકરો પરત ફરી રહ્યો છે. પરંતુ સાથે સાથે મોટો સવાલ એ પણ સતાવી રહ્યો છે કે હવે માત્ર ત્રણ મહિના ભણવાના બાકી હતા ત્યારે દીકરો ડોક્ટર કેવી રીતે બનશે?

અમદાવાદના 54 વિદ્યાર્થીઓ યુક્રેનથી પરત આવ્યા
​​​​​​​
આ સ્થિતિમાં અમદાવાદ જિલ્લા કલેક્ટરે જેમના વિદ્યાર્થીઓ પરત નથી ફર્યા, તેમના પરિવારજનો સાથે રૂબરૂ મળીને મુલાકાત કરી. જેમાં તેમણે પરિવારજનોને ઝડપથી પરત લાવવામાં આવશે તેની ખાતરી પણ આપી. અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલે એ જણાવ્યું કે, 'અમદાવાદ જિલ્લાના કુલ 259 વિદ્યાર્થીઓ પૈકી 54 વિદ્યાર્થીઓને પરત પોતાના ઘરે પહોંચી ચૂક્યા છે, જ્યારે અન્ય વિદ્યાર્થીઓને પરત લાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. જે વિદ્યાર્થીઓ હજુ યુક્રેનમાં છે અને પરત આવવા માટે યુક્રેનની બોર્ડર ક્રોસ કરી ચુક્યા છે. તેમના પરિવારજનો સાથે મળી તેમને આશ્વાસન આપી રહ્યા છીએ'.

અન્ય સમાચારો પણ છે...