કામગીરી:6.68 કરોડના ખર્ચે બનશે વિંઝોલ તળાવ, 81242 ચોરસ મીટર વિસ્તારમાં ચિલ્ડ્રન પ્લે એરિયા અને મોટું ગાર્ડન પણ હશે

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક

હાથીજણ, નિકોલ અને નારોલની આસપાસના શહેરીજનો માટે નવું તળાવ ડેવલપ થઈ રહ્યું છે. વિંઝોલ ખાતે 6.68 કરોડના ખર્ચે ડેવલપ થઈ રહેલું આ તળાવ 81241 ચોરસ મીટરમાં ફેલાયેલું હશે. જેમાં 46109 ચોરસ મીટર જેટલી વોટરબોડી હશે. જ્યારે 9100 ચોરસમીટર ગાર્ડન-લેન્ડસ્કેપિંગ કવર કરશે. 1751 ચોરસ મીટરમાં ચિલ્ડ્રન પ્લે એરિયા પણ હશે. જો કે સ્થાનિકોનું કહેવું છે કે આ તળાવ વર્ષોથી મંદ ગતિએ ડેવલપ થઈ રહ્યું છે ત્યારે તેમાં ગતિ આવે અને કામ જલદી પૂર્ણ થાય તે જરૂરી છે.

હવે સુંદર તળાવમાં ગંદુ પાણી ન ઠલવાય તે જોવું પડશે
વિંઝોલ આસપાસ હાથીજણ,જશોદાનગર, સીટીએમ તેમજ નિકોલ સુધીના લોકો આ તળાવ ખાતે 5થી 10 મીનીટમાં આવી શકશે. સામાન્ય દિવસોમાં કાંકરિયા તળાવ ખાતે આમ પણ બહુ જ ભીડ રહે છે. ત્યારે 10 કિમી આસપાસના લોકો માટે આ ઉત્તમ ઓપ્શન બની રહેશે. જો કે મહત્વની વાત તે પણ છે કે તળાવમાં તંત્ર ચોમાસાનું કે ચોખ્ખું પાણી ભરે પછી આસપાસના સ્થાનિકો તેમાં ગંદા પાણીની લાઈનના જોડાણો ન આપે તે જોવું પડશે. નહીં તો બીજા તળાવોની જેમ અહીં પણ ગંદુ પાણી આવી જશે. -વિકાસ જૈન, સ્થાનિક

તળાવના વિકાસ કાર્યમાં હવે ઝડપ આવે તે જરૂરી છે
બ્રિજ જેવા કામ માટે વિલંબ થાય તે સ્વાભાવિક છે પણ તળાવને લઈને વિલંબ કઈ રીતે શઈ શકે? વર્ષોથી વિંઝોલમાં તળાવ બનાવવાની વાત છે ત્યારે હવે ક્યાંક કામગીરી શરૂ થઈ છે. કોઈ પણ વિકાસનું કાર્ય જો ઝડપથી પૂર્ણ થાય તો તેનો શહેરીજનોને જલ્દી લાભ મળે. બાકી મંદ ગતિએ થતા કામમાં વિલંબની સાથે નાણાંકીય નુકશાન થાય છે. જે મટીરીયલના ભાવ આજે નોર્મલ હોય તેના મહિના પછી ભાવ વધી જ જતાં હોય છે . -દીપક મોકાટ, સ્થાનિક

અન્ય સમાચારો પણ છે...