તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમરસ પેનલનો વિજય:બાર કાઉન્સિલમાં સતત 23મા વર્ષે જીત; સમરસ પેનલના 20, વિપક્ષના 5 સભ્ય ચૂંટાયા

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કિશોર ત્રિવેદી ચેરમેન, કરણસિંહ વાઘેલા વાઈસ ચેરમેન
  • પ્રથમ વખત એક ખ્રિસ્તી, બે મુસ્લિમ સહિત 18 કોઓપ્ટ મેમ્બરની વરણી કરાઈ

રાજ્યના 80 હજાર વકીલાેની માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં સતત 23 માં વર્ષે ભાજપ પ્રેરિત સમરસ પેનલનાે દબદબાે યથાવત રહેવા પામ્યો છે. બાર કાઉન્સિલના ચેરમેન તરીકે કિશાેર ત્રિવેદી, વાઇસ ચેરમેન તરીકે કરણસિંહ વાઘેલા અને એનરોલમેન્ટ કમિટીના ચેરમેન તરીકે અનિલ કેલ્લા સહિત વિવિધ કમિટીના હાેદ્દેદારાે બિનહરીફ ચૂંટાયા છે. બાર કાઉન્સિલના ઇતિહાસમાં પ્રથમ વખત 1 ખ્રિસ્તી 2 મુસ્લિમ સહિત 18 કાેપ્ટ મેમ્બરોની વરણી કરાઇ છે.

વર્ષ 2021-22 માટે રવિવારે બપાેરે 2 વાગે ચૂંટણી પ્રક્રિયા યાેજાઇ હતી. સમરસ પેનલના તમામ સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા. સમરસ પેનલના સંયાેજક જે.જે.પટેલની રણનીતિના કારણે સતત 23 માં વર્ષે બાર કાઉન્સિલમાં સત્તા જાળવી રાખી છે. વિરાેધ પક્ષના પરેશ વાઘેલા, ગુલાબખાન પઠાણ, રણજીતસિંહ રાઠાેડે બાર કાઉન્સિલના ઇતિહાસમાં 1 ખ્રિસ્તી અને 2 મુસ્લિમ વકીલોની કાેપ્ટ મેમ્બર તરીકે નિમણૂક કરતા સત્તાધારી પક્ષના નિણર્યને આવકાર્યો છે. સંદિપ ખ્રિસ્તી, જતીન દિવાન, અંકુર ગારંગે અને વસંત પટેલ સહિત રાજ્યમાંથી કુલ 18 કોપ્ટ મેમ્બરોની વરણી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...