તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે માત્ર થોડાક જ દિવસો બાકી રહ્યા છે. આ ચૂંટણી એ સત્તાધારી પક્ષ અને વિપક્ષો કાંટાની ટક્કર રહે એવી અટકળો લગાવાઈ રહી છે. આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ આંતરિક સર્વે કરાવ્યો છે, જેમાં છ મહાનગરપાલિકામાં ભાજપના વિજયની શક્યતા છે, જેમાં પણ તમામ છ મહાનગરપાલિકામાં ભાજપતરફી વાતાવરણ હોવાનો સર્વેનો રિપોર્ટ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં ભાજપને ઘણી મુશ્કેલી પડી શકે એવી શક્યતાઓ સર્વેમાં બહાર આવી છે, 31 જિલ્લા પંચાયતમાંથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સ્થિતિ ભાજપ માટે સૌથી વધુ પડકારજનક છે.
શહેરો જેટલી સુવિધા હજુ ગામડાંમાં ઉપલબ્ધ થઈ નથી
જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકામાં ભાજપની પીછેહટ પાછળનાં એવાં કારણો તારવવામાં આવ્યાં છે કે શહેરો જેટલી સુવિધા હજુ ગામડાંમાં ઉપલબ્ધ થઈ નથી, સાથે સાથે ગ્રામ્ય મતદારો ઘણા શાણા-સમજુની સાથે જ્ઞાતિવાદ, પરિવાર તથા સમાજવાદમાં વધુ માનતા હોવાથી રાજકીય પક્ષ કરતાં વધુ ઉમેદવારને ધ્યાનમાં રાખીને મતદાન કરતા હોય છે, તેથી માત્ર ભાજપના ચિહનથી જીતવું ઘણું અઘરું છે.
ખેડૂતો ભાજપની સરકારથી સંપૂર્ણ સંતુષ્ટ નથી
આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો પણ ભાજપની સરકારથી સંપૂર્ણ સંતુષ્ટ નથી, દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં ભલે ગુજરાતના ખેડૂતો જોડાયા નથી, પરંતુ ચૂંટણીમાં મતદાનના માધ્યમથી ખેડૂતો રોષ વ્યકત કરી શકે એવી પણ સંભાવના છે.
6 મહાનગરપાલિકા માટે 21 ફેબ્રુઆરીએ મતદાન
ગ્રામીણ વિસ્તારમાં ભાજપ માટે ઉમેદવાર પસંદગી પર તમામ આધાર રહેલો છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. પક્ષોમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ છે કે ટિકિટ વાંછુુઓની પણ લાઈનો લાગી છે. તમામ પક્ષોએ તેમના ઉમેદવાર પણ જાહેર કર્યા છે. રાજ્યમાં કોરોનાકાળની તમામ તૈયારીઓ સાથે મહાનગરપાલિકાઓની નગરપાલિકા 21 ફેબ્રુઆરી અને 28 ફેબ્રુઆરીએ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. 6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.