ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે પતંગબાજીની મજા પવનની ઝડપ પર આધારિત હોય છે. આ વર્ષે ઉત્તરાયણમાં સવારે અને સાંજે પ્રતિ કલાક 7થી 12 કિ.મી.ની ઝડપના પવનો ફૂંકાશે. જે પતંગ ચગાવવા માટે શ્રેષ્ઠ કહેવાય. આ માહિતી હવામાન નિષ્ણાતે આપી છે.
વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે, આ વર્ષે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણને દિવસે સવારે 8થી 12.30 વાગ્યા દરમિયાન 7થી 10 કિ.મી. પ્રતિ કલાક અને બપોરે 1થી પવનની ઝડપ ઘટીને 5થી 6 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા છે, બપોરના સમયે પવન પ્રમાણમાં થોડો ઓછો રહી શકે છે. પરંતુ બપોરે 3 વાગ્યા પછી પવનની ઝડપ ફરી પાછી 8થી 12 કિલોમીટર સુધીની થવાની શક્યતા હોવાથી પતંગ ચગાવવા માટે ઠમકા મારવાનો વારો નહીં આવે.
2016, 2018 અને 2020માં પવન પડી ગયો હતો, ગતિ શૂન્યથી માંડ 3-4 કિમીની રહી હતી
વર્ષ | તારીખ | પવનની ઝડપ | લઘુતમ | મહત્તમ |
2022 | 14 જાન્યુ. | 7થી 15 કિ.મી. પ્રતિ કલાક | 9.5 | 24.9 |
15 જાન્યુ | 7થી15 કિ.મી. પ્રતિ કલાક | 9.6 | 25.9 | |
2021 | 14 જાન્યુ. | 7થી 11 કિ.મી. પ્રતિ કલાક | 12.6 | 28.6 |
15 જાન્યુ. | 3થી 11 કિ.મી. પ્રતિ કલાક | 15 | 30.5 | |
2020 | 14 જાન્યુ. | 2થી 7.5 કિ.મી. પ્રતિ કલાક | 12.8 | 25.4 |
15 જાન્યુ. | 3થી 7.5 કિ.મી. પ્રતિ કલાક | 9 | 25.3 | |
2019 | 14 જાન્યુ. | 11થી17 કિ.મી. પ્રતિ કલાક | 13.4 | 27 |
15 જાન્યુ. | 7.5થી 15 કિ.મી. પ્રતિ કલાક | 12.2 | 26.7 | |
2018 | 14 જાન્યુ. | 0થી 7.5 કિ.મી. પ્રતિ કલાક | 17.3 | 32 |
15 જાન્યુ. | 3.5થી 11 કિ.મી. પ્રતિ કલાક | 16.7 | 31.7 | |
2017 | 14 જાન્યુ. | 9થી 15 કિ.મી. પ્રતિ કલાક | 12.2 | 26.4 |
15 જાન્યુ. | 3.5થી 11 કિ.મી. પ્રતિ કલાક | 13.6 | 29.8 | |
2016 | 14 જાન્યુ. | 3.5થી 9 કિ.મી. પ્રતિ કલાક | 15.5 | 28.4 |
15 જાન્યુ. | 0થી 3.7 કિ.મી. પ્રતિ કલાક | 10.4 | 28.8 | |
2015 | 14 જાન્યુ. | 3.7થી 5.5 કિ.મી. પ્રતિ કલાક | 11.6 | 26.6 |
15 જાન્યુ. | 7.5થી 5 કિ.મી. પ્રતિ કલાક | 14.5 | 26.6 |
પવનની ગતિ પર હવાના દબાણની અસર પડે છે
દિવસે વિવિધ સમય દરમિયાન વાતાવરણના ઉપલા-નીચલા લેવલે હાઇ અને લો-પ્રેશરની વધઘટની અસર પવનની ઝડપ પર થતી હોય છે. અમદાવાદમાં હાઈરાઈઝ અને લો-રાઈઝ બિલ્ડિંગ વિસ્તારોમાં પવનની ઝડપ અલગ અલગ હોઇ શકે છે. હાઈરાઇઝ બિલ્ડિંગને કારણે પવનની ઝડપમાં અવરોધાય છે.
બુધવારથી ઠંડીમાં ક્રમશ: વધારો થવાની શક્યતા
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતાં અમદાવાદ સહિત વિવિધ શહેરોના લઘુતમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો થયો છે. જો કે મહત્તમ તાપમાન ઘટ્યું નથી. સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 29.7 ડિગ્રી અને લઘુતમ તાપમાન 2.5 ડિગ્રી વધીને 15.3 નોંધાયું હતું. બુધવારથી ઠંડીમાં ક્રમશ: વધારો થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.