હવામાન વિભાગની આગાહી:27 કિમીની ઝડપે પવન ફૂંકાયો ગરમી પણ ઘટીને 41.3 ડિગ્રી, બે દિવસ પારો 41-42 ડિગ્રી રહેવાની વકી

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી મંગળવારે પવનની દિશા બદલાઇને દક્ષિણ-પશ્ચિમી શરૂ થયાં છે. જેને કારણે અમદાવાદ સહિત મોટાભાગના શહેરોના મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. અમદાવાદમાં દિવસ દરમિયાન 27 કિમીની ઝડપે પવન ફૂંકાતા ગરમી પણ ઘટીને 41.3 ડિગ્રી ઘટી હતી. હજુ બે દિવસ અમદાવાદમાં ગરમીનો પારો 41થી 42 ડિગ્રીની આસપાસ રહેશે.

41.5 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર બન્યું હતું. આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન મોટાભાગના શહેરોમાં ગરમીથી રાહત રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં 30થી 40 કિમીની ઝડપે પવન સાથે ઝાપટાંની શક્યતા છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી પવનની ઝડપ વધી
વાતાવરણના ઉપરના લેવલ સુધી ફેલાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ટ્રફ અને પાકિસ્તાન અને રાજસ્થાનમાં ગરમીનું પ્રમાણ વધતાં પવનની દિશા બદલાઇને દક્ષિણ-પશ્ચિમી પવનોથી હવાનું દબાણ ઘટતાં પવનની ગતિ વધી છે. - અંકિત પટેલ, હવામાન વિશેષજ્ઞ

અન્ય સમાચારો પણ છે...