ઠંડીનો ચમકારો:5થી 10 કિમીની ઝડપે પવન ફૂંકાતાં ઠંડીનો ચમકારો વધ્યો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ત્રણ દિવસ ઠંડીમાં સામાન્ય ઘટાડો થવાની વકી
  • લઘુતમ તાપમાન 1 ડિગ્રી વધી 15.2 નોંધાયું

દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વના ઠંડા પવનો ચાલુ રહેતાં તાપમાનમાં વધારો થયો હોવા છતાં અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં ઠંડીનું જોર રહ્યું હતું. નલિયામાં સૌથી વધુ 10.1 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. રાજ્યમાં પણ ત્રણથી ચાર દિવસ સુધી ઠંડીનું જોર યથાવત્ રહેવાની વકી છે.

અમદાવાદમાં છેલ્લાં ત્રણ-ચાર દિવસથી ગરમીનો પારો 14 ડિગ્રીની આસપાસ રહેતો હતો. વાતાવરણના ઉપરના લેવલમાં ઠંડા પવનોનું જોર ઘટતાં શહેરના તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો થયો હતો. શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 31.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન 15.2 ડિગ્રી નોંધાયું હતું. જેથી ગરમી વધવી જોઇએ પણ દિવસ દરમિયાન 5થી 10 કિલોમીટરની ગતિના પવનો ચાલુ રહેતાં તાપમાન વધવા છતાં વાતાવરણમાં ઠંડીનો ચમકારો વર્તાયો હતો. ત્રણ દિવસ દરમિયાન અમદાવાદમાં ઠંડીનો પારો 16થી 17 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...