ખેડૂતોને વળતર ન ચૂકવાતાં ઝાટકણી:તમે સરકાર થઈ મનફાવે તેમ કરશો? જમીન સંપાદન વિના બ્રિજ કેવી રીતે બન્યો: HC

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર
  • જવાબદાર વિભાગને વ્યાજની સાથે વળતર ચૂકવવા હાઈકોર્ટનો આદેશ

ખેડામાં જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર અને ખેડૂતને વળતર આપ્યા વગર બ્રિજ બનાવી દેવાતા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેની સુનાવણી ચીફ જસ્ટિસ અરવિંદકુમાર અને જસ્ટિસ હેમંત પ્રચ્છકની ખંડપીઠ સમક્ષ હાથ ધરાઇ હતી. ચીફ જસ્ટિસે સરકારને આડેહાથ લેતા એવી ટકોર કરી હતી કે, તમે સરકાર થઇને મનફાવે તેમ કરશો? જમીન સંપાદન કર્યા વગર તેના પર બિલ્ડિંગ બન્યું ત્યારે તમે શું કરતા હતા? જવાબદાર અધિકારી કોણ છે? તેને સસ્પેન્ડ કેમ નથી કરતા? હાઇકોર્ટે સરકારને ચાર સપ્તાહમાં પરિણામ આપવા આદેશ કરીને વધુ સુનાવણી ડિસેમ્બર મહિનામાં મુકરર કરી છે.

સુરેશ પટેલ સહિતના 6 ખેડૂતો તરફથી કરાયેલી અરજીમાં એવી રજૂઆત કરાઇ હતી કે, તેમની જમીન સંપાદન કર્યા વગર તેના પર બ્રિજ બનાવી દેવાયો છે. એટલું જ નહિ તેની માલિકી પર પણ હજુ તેમનું નામ છે. સરકારે તેમને વળતર ચૂકવ્યું નથી. રજૂઆત બાદ ચીફ જસ્ટિસે એવી ટકોર કરી હતી કે, તમે સત્તાધીશ છો એટલે શું મનફાવે તેમ કરશો? ખેડૂતની જમીન જતી રહે અને વળતર પણ ન ચૂકવાય તો તેઓ શું કરશે?​​​​​​​.

સરકારે એવો બચાવ કર્યો હતો કે, જિલ્લા પંચાયતમાં જમીન સંપાદન કરીને એક્ઝિક્યુટિવ એન્જિનિયરે સરકારે બનાવેલા નિયમોનું પાલન નથી કર્યું. તેમાં સરકારની સીધી કોઇ ભૂમિકા નથી. કોર્ટે સરકારને ટકોર કરી હતી કે,તમે ભલે ચાર સપ્તાહ લગાવો પણ મને પરિણામ જોઇએ, જમીન માલિકને જમીનના પૂરા પૈસા વ્યાજ સહિત આપવા પડશે. કોર્ટે એવું પણ કહ્યું કે ખેડૂતોને રોકડા રૂપિયા આપો અને જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરી દો.

અન્ય સમાચારો પણ છે...