અમદાવાદમાં ઠંડી અઢી ડિગ્રી વધી:પવનની ગતિ ઘટ્યા પછી હજુ પણ વધશે; 24 કલાકમાં લઘુતમ તાપમાન 2.5 ડિગ્રી ગગડી 11.7 થયું

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સતત ત્રીજા દિવસે 15 કિમી સુધીની ઝડપે ઠંડો પવન ફૂંકાયો

રાજયના શહેરોમાં ઠંડીનો પારો ગગડીને 4થી 18 ડિગ્રી વચ્ચે પહોંચ્યો છે. નલિયામાં સૌથી વધુ 4.2 ડિગ્રી ઠંડી નોંધાઈ છે. હાલમાં પવનની ગતિ વધુ છે, પણ જો પવનની ગતિ ઘટશે તો ઠંડીનો પારો હજુ ગગડશે.

રવિવારે અમદાવાદમાં દિવસ દરમિયાન કાતિલ ઠંડા પવનથી મહત્તમ તાપમાન 3.8 ડિગ્રી ગગડીને 25.8 ડિગ્રી અને લઘુતમ તાપમાન 2.5 ડિગ્રી ગગડીને 11.7 ડિગ્રી નોંધાયુ હતું. આગામી બે દિવસો દરમિયાન અમદાવાદમાં ઠંડીનો પારો ગગડવાની શક્યતા છે. બેથી ત્રણ દિવસ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

પવનની ગતિમાં વધઘટની સીધી અસર
પવનની ઝડપમાં વધારો કે ઘટાડો થાય તેની સીધી અસર તાપમાન વધવા કે ઘટવા પર થતી હોય છે. છેલ્લાં બે-ત્રણ દિવસથી અમદાવાદમાં પવનની ગતિ 11થી 15 કિલોમીટરની આસપાસ રહે છે, જેથી ઉપરના લેવલના ઠંડા પવનો સીધા જમીન સુધી પહોંચતા નથી, અને આગળ વધી જાય છે. પરંતુ, પવનની ઝડપ ઘટવાથી વાતાવરણમાં ઉપરના લેવલના પવનો સીધા જમીન સુધી પહોંચતા ઠંડીનો પારો એક સાથે 2થી 3 ડિગ્રી ગગડી શકે છે. આગામી બે દિવસોમાં અમદાવાદમાં ઠંડીનો પારો 10 ડિગ્રી કે તેથી નીચે જવાની પ્રબળ શક્યતા છે. > અંકિત પટેલ, હવામાન વિશેષજ્ઞ

અન્ય સમાચારો પણ છે...