રાજ્ય સરકારનો નિર્ણય:કોરોનામાં માતા કે પિતા ગુમાવ્યા હશે તો પણ બાળકોને મહિને મળશે રૂ.2000ની સહાય, આ ફોર્મ અને ડોક્યુમેન્ટ્સની પડશે જરૂર

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 2 ઓગસ્ટે મુખ્યમંત્રી વિજય રૂપાણી કરશે વિધિવત જાહેરાત
  • તમામ જિલ્લા કલેક્ટરનો 3 દિવસમાં આ બાળકોના બેંક એકાઉન્ટ ખોલાવવાની વ્યવસ્થા કરવા આદેશ

કોરોનામાં માતા-પિતા બન્ને ગુમાવનારને આર્થિક સહાય આપવાની જાહેરાત કર્યા બાદ રાજ્ય સરકારે આજે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર હવે માતા અથવા પિતામાંથી કોઈ એકને ગુમાવનાર બાળકોને પણ સહાય આપશે. આ બાળકોને માસિક રુપિયા 2 હજારની સહાય આપવામાં આવશે. આ અંગે મુખ્યમંત્રી રૂપાણી દ્વારા આગામી બીજી ઓગસ્ટે વિધિવત જાહેરાત કરવામાં આવશે.

આ નિર્ણયને પગલે એડિશનલ ચીફ સેક્રેટરી સુનયના તોમરે એક વાલી ગુમાવનારા બાળકના તાત્કાલિક બેન્ક એકાઉન્ટ ખોલાવવા માટે વ્યવસ્થા ઉભી કરવા તમામ જિલ્લા કલેક્ટરોને આદેશ કર્યો છે. આ આદેશમાં 3 દિવસમાં જ બાળકોના બેંક એકાઉન્ટ ખોલવાની વ્યવસ્થા કરવા માટે જણાવ્યું છે.

માતા-પિતા બન્ને ગુમાવનારને મહિને રૂ.4000ની સહાય
રાજ્ય સરકારે અનાથ બાળકો માટે બાલ સેવા યોજના કરી છે. જે મુજબ માતા-પિતા બન્ને ગુમાવનારા બાળકોને દર મહિને રૂ.4 હજારની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત 18 વર્ષ પૂર્ણ કર્યાં હોય અને તેમના માતા પિતા મૃત્યુ પામ્યા હોય તો એમને પણ ધ્યાનમાં રાખીને આફ્ટર કેર યોજના અંતર્ગત તેમને 21 વર્ષની ઉંમર સુધી અને એવી જ રીતે 21 વર્ષથી 24 વર્ષ સુધી આ આફ્ટર કેર યોજનામાં પણ જે લોકો જોડાયેલા હશે એ બાળકોને 6 હજાર રૂપિયા માસિક આપવામાં આવશે.

ડેથ સર્ટિ.માં મૃત્યનું કારણ લખેલું હોવું જરૂરી નથી
આ સહાય મેળવવા માટે કોરોનાના કારણે મૃત્યુ પામ્યા હોવાના કારણ સાથેનું કોઇ હોસ્પિટલ સર્ટિફિકેટ જરુરી નથી. ડેથ સર્ટિફિકેટમાં પણ કોરોનાથી મૃત્યુ થયું હોવાનું લખાણ જરુરી નથી. કોરોનાકાળમાં અનાથ બનેલા બાળકોના માતા-પિતા મોર્બિડ-કો મોર્બિડ હોય આ તમામ કેસમા સહાય મળવા પાત્ર છે.