અમદાવાદના સમાચાર:અરવિંદ કેજરીવાલ સુરતમાં 21મીએ ટાઉનહોલ કાર્યક્રમ યોજશે, ગુજરાત માટે એક મોટી જાહેરાત કરે તેવી શક્યતા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક દિવસની ગુજરાત મુલાકાતે આવવાના છે. આવતીકાલે બુધવારે રાત્રે તેઓ સુરત એરપોર્ટ ખાતે આવશે. બીજા દિવસે 21મીએ સવારે સુરતમાં ટાઉનહોલ કાર્યક્રમ યોજશે. જેમાં ગુજરાત માટે એક મોટી જાહેરાત કરે તેવી શક્યતા છે. અરવિંદ કેજરીવાલ સુરતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કેટલાક હોદ્દેદારો સાથે બેઠક પણ કરશે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવવાના છે. 21મીએ સુરત ખાતે તેઓનો કાર્યક્રમ યોજાશે. આવતીકાલે બુધવારે રાત્રે 8.30 વાગ્યે સુરત એરપોર્ટ પર ઉતરાણ કરશે. બીજા દિવસે સવારે ટાઉનહોલ કાર્યક્રમ યોજાશે જેમાં જાહેર જનતા અને સમાચાર માધ્યમોના લોકો સાથે અરવિંદ કેજરીવાલ વાતચીત કરશે. અરવિંદ કેજરીવાલ સુરત ખાતેથી ગુજરાત માટે એક મોટી જાહેરાત પણ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...