તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Will Give Up To 3 Thousand Rupees Per Month For Cleaning Of Common Plot road In Ahmedabad Society; The Exact Guideline Will Be Formulated Soon

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

AMCની જાહેરાત:અમદાવાદની સોસાયટીમાં કોમનપ્લોટ-રોડની સફાઇ માટે મહિને 3 હજાર રૂપિયા સુધી આપશે; ચોક્કસ ગાઈડલાઈન ટૂંક સમયમાં ઘડાશે

અમદાવાદ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર
 • 100 ચોરસ મીટર સુધીની સોસાયટી, ફ્લેટના કોમન પ્લોટ માટે મહિને રૂ.250 ચૂકવાશે

શહેરની સોસાયટીઓમાં કોમનપ્લોટ- રસ્તાની સફાઇ માટે મ્યુનિ. દ્વારા રૂ. 250 થી 3000ની રકમ ફાળવવા માટે ભાજપે તેમના અંદાજપત્રમાં જોગવાઇ કરી છે. તે પાછળ રૂ. 4.64 કરોડની રકમ ફાળવવામાં આવી છે. જોકે કઇ સોસાયટીને કેટલી રકમ મળી શકે તેની રૂપરેખા આગામી દિવસોમાં નક્કી થશે. મ્યુનિ. ભાજપે સોમવારે રજૂ કરેલા સુધારા બજેટમાં 100 ચોરસ મીટર સુધીની સોસાયટીમાં હવે રસ્તાઓ અને કોમનપ્લોટ સફાઇ માટે મ્યુનિ. રૂ. 250 થી 3000 સુધીની રકમ ચૂકવવાની જોગવાઇ કરી છે. આગામી દિવસોમાં તે માટેની ચોક્કસ નિયમો તથા યોજના અંગેની સ્પષ્ટતા કરવામાં આવશે.

મ્યુનિ. ભાજપ દ્વારા કરવામાં આવેલી નવી જોગવાઇમાં 0થી 100 ચોરસ મીટર સુધીની રહેણાંકની સોસાયટી, ફ્લેટ કે જ્યાં કોમનપ્લોટ અને રસ્તા હોય ત્યાં સફાઇ માટે મ્યુનિ. પ્રતિમાસ રૂ. 250 થી 3000 જેટલી રકમ ચુકવશે. અંદાજીત 1000 ચો.મી. સુધીની જગ્યાને સાફ કરવા માટે આ રકમ ચુકવવામાં આવશે. તે માટે મ્યુનિ. દ્વારા 4.64 કરોડની જોગવાઇ કરાઇ છે. સોસાયટીમાં ચુકવવાની આ ગ્રાન્ટ સીધી સોસાયટીના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

બે વર્ષ પહેલા સ્વચ્છ ભારત મિશન હેઠળ મ્યુનિ.એ 86 કરોડ દર વર્ષે વસૂલ્યા હતા, હવે રૂ.4.86 કરોડની રાહત આપી
ભાજપ શાસનમાં જ બે વર્ષ પહેલા સ્વચ્છ ભારત મિશન હેઠળ તમામ રહેણાંકમાં પ્રતિદિન રૂ. 1 એટલે પ્રતિ વર્ષ રૂ. 365નો ટેક્સ લાગુ કરવામાં આવ્યો હતો. જ્યારે કોમર્શીયલ મિલકતો પર મ્યુનિ. દ્વારા પ્રતિદિન રૂ.2 લેખે 700 જેટલો ટેક્સ લાગુ કરવામાં આવ્યો હતો. છેલ્લા બે વર્ષથી પ્રતિવર્ષ મ્યુનિ. આ સ્વચ્છતા ટેક્સ પેટે જ નાગરીકો પાસેથી રૂ. 86 કરોડની વસુૂલાત કરાઇ રહી છે. જ્યારે હવે મ્યુનિ. ભાજપ દ્વારા રૂ. 4.64 કરોડની શહેરની સોસાયટીઓને રાહત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનરના બજેટમાં સત્તાધારી પાંખે અનેક સુધારા સૂચવ્યા હતા.

કચરાની નવી ટ્રોલી માટે પણ મ્યુનિ. 50% રકમ ચૂકવશે
સફાઇનો કચરો એકઠો કરીને એક જગ્યાએ ભેગો કરવા માટે સોસાયટીમાં વાપરવામાં આવતી ટ્રોલી જો નવી લેવી હોય તો પણ મ્યુનિ. 50 ટકા જેટલી રકમ ચુકવશે. દર 3 વર્ષે આ ટ્રોલી બદલવા માટે રકમ ચુકવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો