કોરોનાના બે વર્ષ બાદ જળયાત્રા:જગન્નાથ મંદિરથી સવારે 7.30 વાગ્યે નીકળી સાબરમતીના તટે પહોંચશે; રાજકીય ​​​​​​​નેતાઓને પણ આમંત્રણ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ગંગાપૂજન પછી 108 કળશમાં જળ ભરી પરત ફરશે
  • મંદિરમાં ભગવાનને જળાભિષેક કરાશે

જમાલપુર ખાતે આવેલા જગન્નાથ મંદિરે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરાઈ છે. અખાત્રીજના દિવસે ભગવાનના ત્રણે રથનું પૂજન કરાયું હતું અને સમારકામ શરૂ કરવામાં આવ્યું છે, જ્યારે જેઠ સુદ પૂનમના દિવસે ભગવાનની ભવ્ય જળયાત્રા નીકળશે સવારે 7.30 વાગે નિજ મંદિરથી જળયાત્રા નીકળશે.

કોરોના મહામારીના બે વર્ષ બાદ આ વર્ષે રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ વર્ષે યોજનારી જળયાત્રા પણ ખૂબ જ વિશેષ હશે. આ જળયાત્રા હાથી, ઘોડા, અખાડા અને ભજન મંડળી, ભક્ત સમુદાય સાથે નિજ મંદિરથી 7.30 વાગ્યે નીકળશે, ભૂદરના આરેથી સાબરમતીની આરતી કરી 108 કળશમાં પવિત્ર જળ ભરી ભગવાનને જ્યેષ્ઠાભિષેક કરાશે. ત્યાર બાદ ભગવાને ગજવેશ ધારણ કરવવામાં આવશે. આ ગજવેશ વર્ષમાં એક વખત ભગવાન ધારણ કરે છે. આ જ‌ળયાત્રામાં રાજકીય નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

રથયાત્રાનો પહેલાં પડાવ એટલે જળયાત્રા સવારે જગન્નાથ મંદિરથી વાજતે-ગાજતે નીકળશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે. જગન્નાથ મંદિરથી જળયાત્રા સાબરમતી નદીના તટે પહોંચશે. દર વર્ષની જેમ જ ગંગાપૂજન પછી 108 કળશમાં જળ ભરી પરત ફરશે અને પછી મંદિરમાં ભગવાનને શાસ્ત્રોક્ત વિધિથી જળાભિષેક કરાશે. જળાભિષેક દરમિયાન સાધુ-સંતો અને ભાવિક ભક્તજનોની હાજરીમાં જગન્નાથજીના ગગનભેદી જયકારો સાથે મૂર્તિઓને દૂધથી કેસર સ્નાન કરાવવામાં આવશેે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે 1 જુલાઈએ ભક્તોની હાજરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે.

અન્ય સમાચારો પણ છે...