અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે:અમદાવાદમાં પરિવાર અને કાર્યકરો સાથે ઉત્તરાયણ મનાવી, પ્રસિદ્ધ જગ્ન્નાથ મંદિરે દર્શન કર્યા

15 દિવસ પહેલા
ફાઈલ તસવીર

આજે ઉત્તરાયણના તહેવારની મજા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદમાં માણી હતી. સવારે જગન્નાથ મંદિરે દર્શન કર્યા બાદ તેઓ વેજલપુર વિધાનસભામાં આવેલા વિનસ પાર્ક ફ્લેટમાં પહોંચ્યા હતા. ભાજપના કાર્યકરો, ધારાસભ્યો અને રહીશો સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પતંગ ચગાવી હતી. અમિત શહે પતંગ ચગાવ્યા બાદ નાસ્તાની મજા પણ માણી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી સાથે ધારાસભ્ય અમિત ઠાકર, હર્ષદ પટેલ વગેરે હાજર રહ્યાં હતા.

સંસદીય વિસ્તારના કાર્યકર સાથે પતંગ ચગાવશે
અમિત શાહ દર વર્ષે મકરસંક્રાંતિમાં કાર્યકરોના ઘરે જઈને પતંગના ચગાવતા હોય છે. આ વર્ષે પણ તેઓ કાર્યકરો સાથે પતંગોત્સવની મજા માણશે. આ વખતે તેઓ બે દિવસની રજાઓમાં ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરના કલોલમાં મકરસંક્રાંતિની ઉજવણી કરવા માટે તેઓ ગઈકાલે જ અમદાવાદ પહોંચી ગયા હતા. આજે તેઓ પરિવાર અને કાર્યકર સાથે પતંગ ચગાવાની મજા માણશે. પ્રથમ વેજલપુર વિધાનસભા વિસ્તારમાં પતંગ ચગાવ્યા બાદ બપોરે વંદે માતરમ સિટી ખાતે પણ કાર્યકરો સાથે ઉતરાયણ મનાવશે. તો સાંજે કલોલમાં કાર્યકરો સાથે અમિત શાહ ઉતરાયણ મનાવશે. 15 જાન્યુઆરીના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર ઉત્તર વિધાનસભા વિસ્તારમાં મોટી આદરજ ગામ ખાતે સહકારી કાર્યક્રમમાં પણ સામેલ થશે.

જગ્ન્નાથ મંદિર ખાતે દર્શન કરશે
આજ દિવસે અમદાવાદના પ્રસિદ્ધ જગ્ન્નાથ મંદિર ખાતે પણ દર્શન કરશે. અમિત શાહ દર વર્ષે ઉત્તરાયણમાં કાર્યકરોના ઘરે જઈને તેમની સાથે ચિક્કી અને શેરડીની મજા માણીને પતંગના પેચ લડાવતા હોય છે. ત્યારે આ વર્ષે પણ તેઓ કાર્યકરો સાથે પતંગોત્સવની મજા માણશે. આ વખતે તેઓ બે દિવસની રજાઓમાં ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરના કલોલમાં પતંગોત્સવ ઉજવશે.

અન્ય સમાચારો પણ છે...