ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ કાર્યક્રમ:સપ્તાહના અંત સુધીમાં જાહેરાત કરાશે; 144 ડિપ્લોમા કોલેજોની 66 હજાર બેઠકો પર પ્રવેશ અપાશે

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત ટેક્નોલોડજિકલ યુનિવર્સિટી - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત ટેક્નોલોડજિકલ યુનિવર્સિટી - ફાઇલ તસવીર

ગુજરાત માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી)એ લીધેલી ધો.10ના પરિણામની સોમવારે જાહેરાત કરાશે, જેના પગલે આ સપ્તાહના અંત સુધીમાં ડિપ્લોમા ઈજનેરી કોલેજોની બેઠકો પરના પ્રવેશ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે.

કોરોના મહામારી બાદ પ્રથમવાર ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને સંસ્કૃત પ્રથમાનું પરિણામ 6 જૂન, સોમવારે જાહેર થવાનંુ છે, જે બાદ રાજ્યભરની 144 ડિપ્લોમા ઈજનેરી કોલેજોની 66 હજાર બેઠકો પર પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે. એસીપીડીસી તરફથી પ્રથમ વર્ષ ડિપ્લોમા ઈજનેરી કોલેજોની બેઠકો પર પ્રવેશ માટેનું રજિસ્ટ્રેશન અને કુલ ઉપલબ્ધ બેઠકો સહિતની વિગતોની જાહેરાત કરાઈ છે. એસીપીડીસીની વેબસાઈટ પર ડિપ્લોમા ઈજનેરી કોલેજોની પ્રવેશ કાર્યવાહીને લગતા વીડિયો પણ મૂકવા આવશે.

પ્રથમ વર્ષ કોમર્સની પ્રવેશ કાર્યવાહીની જાહેરાતમાં સપ્તાહનો વિલંબ થઈ શકે
પ્રથમ વર્ષ કોમર્સમાં પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓ પ્રવેશ કાર્યક્રમની સત્તાવાર રીતે જાહેરાત થાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓના માર્કસ, પરિણામને આવરી લેતી વિગતોની સીડી શિક્ષણ બોર્ડ તરફથી પ્રથમ વર્ષ કોમર્સ પ્રવેશ કમિટીને મોકલવામાં ન આવતા પ્રવેશ કાર્યવાહીમાં વિલંબ થવાની શક્યતા છે. યુનિ.ના સૂત્રો મુજબ આ વખતે પ્રથમ વર્ષ કોમર્સની બેઠકો પર પ્રવેશ કાર્યક્રમની જાહેરાતમાં એક સપ્તાહનો વિલંબ થવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...