યુવતીનો આત્મહત્યાનો પ્રયાસ:અમદાવાદના મેમ્કોમાં બહેનની જેમ ધૂમધામથી લગ્ન થશે? તે ચિંતામાં ગળાફાંસો ખાધો, સમયસર જાણ થતા બચાવી લેવાઈ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ​​​​​​​મેમ્કોની ઘટના, મોટીબહેનનાં લગ્ન થયાં ત્યારથી ચિંતામાં હતી, ‘અભયમ’એ કાઉન્સેલિંગ કરી આવું પગલું ન ભરવા સમજાવી

‘મોટી બહેનના ધૂમધામથી લગ્ન કર્યાં તો મારાં કરાવશે કે કેમ તે ચિંતાએ નાની બહેને ઘરમાં છતના હૂંક સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારને સમયસર જાણ થતાં દીકરીને બચાવી લેવાઈ હતી. બાદમાં 181ની ટીમને જાણ કરાઈ હતી. અભયમ્ ટીમે તેનું કાઉન્સેલિંગ કરી આપઘાત જેવા વિચારો ક્યારેય ન લાવવા જેવી સમજ આપી હતી.

મેમ્કો વિસ્તારમાં એક પરિવારમાં બે બહેનો તેનાં માતાપિતા સાથે રહે છે. માતાપિતા સમોસાની લારી ધરાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. પિતાએ મોટી દીકરીના લગ્ન ફેબ્રુઆરીમાં ધામધૂમથી કરાવ્યા હતા. નાની દીકરી 21 વર્ષની હોવાથી તેનો અભ્યાસ ચાલી રહ્યો હતો.

બાદમાં પરિવારે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ દીકરીના લગ્ન કરાવવાનું નક્કી કર્યંુ હતું, પરંતુ નાની દિકરીને મોટી બહેનના લગ્ન ધામધૂમથી કરાવી દીધા હોવાથી મારા લગ્ન માતાપિતા ધામધૂમથી નહિ કરાવી શકે તેમ વિચારી વિચારીને માનસિક સ્થિતિ ગુમાવી દીધી હતી. એક દિવસ તેણે ઘરમાં છત સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાવા જઈ રહી હતી જ્યારે બીજી બાજુ પરિવારને ઘટનાની જાણ થતા તેઓએ રૂમમાં દરવાજો તોડીને દીકરીને બચાવી લીધી હતી, પરંતુ દીકરી બેભાન થઈ ગઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ મોકલી અપાઈ હતી. બીજી બાજુ ઘટનાની જાણ માટે અભયમ્ મહિલા હેલ્પલાઇનને કોલ કરવામાં આવ્યો હતો. અભયમની ટીમ દીકરીનું કાઉન્સેલિંગ કર્યંુ હતું. સાથે જ તેને આપઘાત જેવા વિચારો ક્યારેય ન લાવવા જોઈએ તેવી માહિતી પણ આપી હતી.

ચાર મહિનાથી માનસિક સ્થિતિ સારી ન હતી
નાની દીકરી અભ્યાસ કરતી હોવાથી ઘરની બહાર જતી ત્યારે પણ તે વિચારોમાં જ રહેતી હતી. પોતાને સ્વતંત્ર જિંદગી જીવવી છે અને જો લગ્ન કરાવશે તો ધામધૂમથી કરવા છે તેવા વિચારો કરતી હોવાથી માનસિક સ્થિતિ બગડી હતી, જેના કારણે છેલ્લા ચાર મહિનાથી તેની પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર પણ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...