વિવાદ:લગ્નના 24 દિવસમાં નવરંગપુરાના પતિના અફેર વિશેની જાણ થતાં પત્નીની ફરિયાદ

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિ સાથે કામ કરતી યુવતી સાથે પ્રેમસંબંધ હોવાનો આક્ષેપ
  • અફેર બાબતે ઝઘડો થતાં પતિએ દહેજ ઓછું લાવી હોવાનું કહી માર માર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ

લગ્નના 24 દિવસમાં જ પત્નીને પતિના પ્રેમ પ્રકરણની જાણ થતાં આ બાબતે ઝઘડો થયો હતો, જેમાં પતિએ માર મારતાં પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

નાગપુરનાં અદિતિબેન (ઉં.32)નાં લગ્ન ગત જાન્યુઆરીમાં નવરંગપુરામાં રહેતા અંકિત પ્રમોદ સક્સેના સાથે થયાં હતાં. અદિતિએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, લગ્ન બાદ અદિતિ પતિ અને સાસુ મીનાબેન સાથે રહેતાં હતાં. લગ્નના 24 દિવસમાં જ અદિતિને જાણ થઈ કે, અંકિતને તેની જ ઓફિસમાં કામ કરતી મહિલા સાથે અગાઉ પ્રેમસંબંધ હતો. આ બાબતે અદિતિ અને અંકિત વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં અંકિતે ગુસ્સે મારઝૂડ કરી હતી.

અદિતિએ આ અંગે સાસુને ફરિયાદ કરતાં સાસુએ પણ અંકિતનો પક્ષ લીધો હતો. અદિતિને લગ્નમાં દહેજ ઓછું લાવ્યાનું કહીને તેની પાસે રૂ.1 લાખની ફિક્સ ડિપોઝિટના પૈસા પણ અંકિત માગતો હતો, જેથી અદિતિની માતાએ 1 લાખ અંકિતને આપ્યા હતા. તેમ છતાં હેરાનગતિ ચાલુ રહેતા અદિતિનાં માસા-માસી આવીને તેને નાગપુર લઈ ગયાં હતાં. ત્યાર બાદ અદિતિએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...