પતિ પત્ની ઓર વો:અમદાવાદના ખોખરામાં પતિની લિવ ઈન પાર્ટનરને પત્નીએ મારી નાંખવાની ધમકી આપી, મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પતિ અને તેની લિવ ઈન પાર્ટનરને અઢી વર્ષનું સંતાન છે

સમાજમાં પ્રેમ સંબંધના અનેક મામલાઓ પ્રકાશમાં આવે છે. અમદાવાદ શહેરમાં પતિના આડા સંબંધોને લઈને પત્ની પોલીસ સ્ટેશન પહોંચી હોય તેવી ઘટનાઓ પણ પોલીસ ચોપડે નોંધાતી હોય છે. ત્યારે શહેરમાં એક એવો મામલો સામે આવ્યો છે જેમાં પત્નીએ પતિ સાથે રહેતી લિવ ઈન પાર્ટનરને મારી નાંખવાની ધમકી આપીને બિભત્સ અપશબ્દો બોલ્યા હતાં. આ અંગે પતિની લિવ ઈન પાર્ટનરે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદીને અઢી વર્ષનું સંતાન છે
પોલીસ ફરિયાદ પ્રમાણે અમદાવાદના ખોખરામાં પતિ પત્ની અને પ્રેમિકા વચ્ચેનો વિવાદ મારમારી સુધી પહોંચી ગયો હતો. પત્નીએ પતિની લિવ ઇન પાર્ટનરને જાનથી મારવાની ધમકી આપી હતી. ખોખરામાં રહેતી પાયલે (નામ બદલ્યું છે) 2014માં કરણ ( નામ બદલ્યું છે) સાથે મૈત્રી કરાર કર્યા હતા. કરણ અને પાયલને અઢી વર્ષનું સંતાન છે. જોકે છેલ્લા બે વર્ષથી કરણ અને પાયલ અલગ અલગ રહે છે. સોમવારે સવારે પાયલના ઘરે કરણની પત્ની શોભના તેના ભાઈ સહિતના પરિવારના સભ્યો કોર્ટના માણસો સાથે પાયલના ઘરે પહોંચ્યા હતા.

ફરિયાદી મહિલાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ( ફાઈલ ફોટો)
ફરિયાદી મહિલાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ( ફાઈલ ફોટો)

ફરિયાદી યુવતીને મારી નાંખવાની ધમકી આપી
પાયલના ઘરમાં તમામ લોકોએ તપાસ કરી પણ કરણ મળ્યો ન હતો. શોભનાએ પાયલને કરણ ક્યાં છે? તેવો સવાલ કરતા પાયલે તે મારી જોડે નથી તેમ કહ્યું હતું. શોભનાએ અપશબ્દો બોલવાનું શરૂ કરી કહ્યું કે, કરણને તું જ રાખીને બેઠી છે. તેમ કહી પાયલ સાથે ઝપાઝપી કરી તેમજ શોભનાના ભાઈએ પાયલને લાફો માર્યો હતો. આરોપીઓએ જતા જતા પાયલને જાનથી મારવાની ધમકીઓ આપી હતી. ખોખરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...