તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:અમદાવાદમાં માસ્ક વગર નીકળેલા પતિને દંડ ભરવા કહેતા પત્ની તાડૂકી, ‘તમે લોકોને લૂંટવા ઊભા છો, માસ્કનો મેમો નહીં જ ભરીએ’

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંતે પોલીસે દંપતી વિરુદ્ધ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી

ચાંદલોડિયામાં બાઈક પર માસ્ક પહેર્યા વગર નીકળેલા પુરુષને પોલીસે રોકીને દંડ ભરવાનું કહેતાં, તે દંડ ભરવાનો વિરોધ કરી રહ્યો હતો. ત્યારે તેની પત્નીએ પોલીસ સાથે ઝઘડો કરી, તમે લોકોને લૂંટવા માટે ઉભા છો, માસ્કનો મેમો નહીં જ ભરીએ તમારાથી થાય તે કરી લેજો કહ્યું હતું.

ચાંદલોડિયા પોલીસ ચોકીના પીએસઆઈ ટી.આર.અકબરી સ્ટાફ સાથે શુક્રવારે સાંજે ચાંદલોડિયા ભાગળ મણિકાક ચોક ખાતે માસ્કના મેમાની કામગીરી કરી રહ્યા હતા. દરમિયાન રાતે 8.15 વાગ્યે એક વ્યકિતને બાઈક પર માસ્ક વગર જોતાં પોલીસે તેને 1 હજારનો દંડ ભરવાનું કહેતાં તેણે પોલીસ પર ગુસ્સે થઇ, દંડ નહીં ભરવાનું કહીને પોલીસની કામગીરીનો વિરોધ કર્યો હતો. તે જ સમયે તેની પત્ની એક્ટિવા લઈને ત્યાં આવી પહોંચતાં તેણે પણ પોલીસ સાથે ઝગડો કરી, બૂમાબૂમ કરીને કહેતી હતી કે તમે લોકોને લૂંટવા ઉભા છો, માસ્કનો મેમો નહીં જ ભરીએ તમારાથી થાય તે કરી લેજો.

તેમ કહીને પોલીસની કામગીરીનો વિરોધ કર્યો હતો. જેથી પોલીસે બંનેને ઝડપી લઈ પૂછપરછ કરતાં તેઓ હરેશ પ્રભુભાઈ મિસ્ત્રી(41) અને પત્ની શીતલબેન(35) (બંને રહે.શિવકેદાર ફલેટ,ચાંદલોડિયા) હોવાનું જાણવા મળ્યું હતુ. જેથી તે બંનેને સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશને લઈ જઇ પોલીસની કામગીરીનો વિરોધ કરવાનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...