• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Wife Shocked To See Girlfriend's Message On Her Husband's Mobile In Ahmedabad And Photos In Computer, Husband Beat Her Up And Asked For Divorce

પ્રેમ સબંધનો ભાંડો ફૂટયો:અમદાવાદના પતિના મોબાઈલમાં પ્રેમિકાના મેસેજ અને કમ્પ્યુટરમાં ફોટા જોઈ પત્ની ચોંકી,પતિએ માર મારી છુટાછેડા માંગ્યા

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પત્નીએ સગાંઓની સામે જ વાત કરતાં પતિએ ફટકારી - Divya Bhaskar
પત્નીએ સગાંઓની સામે જ વાત કરતાં પતિએ ફટકારી
  • પત્નીએ સગા સબંધી વચ્ચે પ્રેમ સબંધની વાત કરાતા પતિએ પત્નીને લાફો માર્યો
  • પત્નીએ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસરીના ત્રણ સભ્યો સામે ફરિયાદ નોંધાવી

આજના શિક્ષિત સમાજમાં પણ દહેજનું દૂષણ ઘટવાને બદલે વધી રહ્યું છે. અમદાવાદમાં દહેજના દૂષણથી પરીણિતાઓનો સંસાર ભાગી રહ્યો હોવાની અનેક ફરિયાદો પોલીસ સુધી પહોંચી રહી છે. શાહીબાગમાં રહેતી પરિણિતાના લગ્નના એક વર્ષમાં જ દહેજના દૂષણના કારણે સુખી સંસાર પડી ભાંગ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, મોબાઇલમાં અન્ય મહિલાના મેસજ અને કમ્પ્યુટરમાં મહિલાના ફોટા પત્ની જોઇ જતાં પતિના અન્ય સ્ત્રી સાથેના સબંધનો ભાંડો ફૂટયો હતો, જેને લઇને પતિ-પત્ની વચ્ચે તકરાર વધી હતી અને આખરે પતિ સ્વીકારવા તૈયાર ન હતો અને છૂટાછેડા માટે દબાણ કરતો હતો.

પતિના પ્રેમ સંબંધનો ભાંડો ફૂટતાં તકરાર વધી
કેસની વિગત પ્રમાણે શાહીબાગ વિસ્તારમાં રહેતી 28 વર્ષની મહિલાએ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસરીના ત્રણ સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે. ગયા વર્ષ મહિલાના જ્ઞાતિના રિતી રિવાજ મુજબ લગ્ન થયા હતા લગ્નના બે મહિના બાદ ઘર કામમાં નાની નાની બાબતે તકરાર કરીને મહિલાને હેરાન પરેશાન કરવામાં આવતી હતી અને સાસરીવાળા દ્વારા વારવાર દહેજની માંગણી કરવામાં આવતી હતી. એક દિવસ પત્નીએ પતિના મોબાઇલમાં અન્ય સ્ત્રીના મેસજ અને કમ્પ્યુટરમાં ફોટા જોઇ જતાં પતિ -પત્ની વચ્ચે તકરાર વધી હતી.

પતિના ફોનમાં પ્રેમિકાના મેસજ અને કોમ્પ્યુટરમાં ફોટા જોઈ પત્ની ચોંકી ( પ્રતિકાત્મક તસવીર)
પતિના ફોનમાં પ્રેમિકાના મેસજ અને કોમ્પ્યુટરમાં ફોટા જોઈ પત્ની ચોંકી ( પ્રતિકાત્મક તસવીર)

છુટાછેડા માટે દબાણ કરતાં પોલીસ ફરિયાદ કરી
બીજી તરફ સાસરી વાળા પણ મહિલાને રસોડામાં પણ જવા દેતા ન હતા અને તારા હાથનું કામ ગમતુ નથી તેમ કહીને માનસિક શારિરીક ત્રાસ આપવામાં આવતો હતો. મહિલાના સગા અને સાસરીવાળા સગા સબંધી ભેગા થયા હતા આ સમયે પતિના પ્રેમ સબંધને લઇને પતિ ઉશ્કેરાઇ ગયા હતા અને બધાની હાજરીમાં લાફો મારી દીધો હતો ત્યારથી મહિલા પોતાના પિયરમાં રહેવા ગઇ હતી, સમય જતાં પતિ તેડવા આવતા ન હતા અને છૂટાછેડા માટે દબાણ કરતા હોવાથી આખરે કંટાળીને મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...